News of Sunday, 22nd June 2025
ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાલ વિસ્તારમાં ભારે પાણી ભરાયા
વરસાદ બંધ થયા પછી પણ સનેસ, માઢિયા, પાળીયાદ, સવાઇનગર, ખેતા ખાટલી, કાળાતલાવ સહિત ગામોમાં પાણી ભરાયેલા છે

ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાલ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. વરસાદ બંધ થયાના આજે ચાર દિવસે પણ સ્થિતી ત્યાંની ત્યાંજ રહેવા પામી છે. સનેસ, માઢિયા, પાળીયાદ, સવાઇનગર, ખેતા ખાટલી, કાળાતલાવ સહિત ગામોમાં પાણી ભરાયેલા છે. ભાવનગર કલેકટર પણ આ સ્થિતિ માનવ સર્જિત પુર હોવાનું સ્વીકારી ચુક્યા છે. ભાલ વિસ્તારના પાણી ભરાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
