<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા વિમાન દુર્ઘટના અવસાન પામેલ દિવંગતો તેમજ ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ

શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ ધારાસભ્યો સહીતના ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી તથા સૌ હતભાગી દિવંગતોને જામનગર મહાનગર ભાજપ પરિવાર દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. ભાજપ શહેર સંગઠન, સેલ - મોરચા ના હોદેદારો, કોર્પોરેટર શ્રી, વોર્ડ સમિતિ, સહીત શહેરના અગ્રણીઓ, ઉદ્યોગકારો, સામાજિક સંસ્થાના હોદેદારો, એસોસિયેશનોના પદાધિકારીઓએ પ્રાર્થના સભામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતો તેમજ ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીને પુષ્પાંજલિ અર્પણ કરેલ. 

પ્રાર્થના સભામાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ ધારાસભ્યો સહીત ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાના હોદેદારો, ભાજપ જામનગર મહાનગર પરિવાર સહીત ઉપસ્થિત રહી અમદાવાદની હ્રદયદ્રાવક વિમાન દુર્ઘટનાના સૌ હતભાગી દિવંગતોને શોકસભર શ્રદ્ધાંજલિ અર્પણ વિમાન દુર્ઘટના અવસાન પામેલ દિવંગતો તેમજ અમદાવાદની હ્રદયદ્રાવક વિમાન દુર્ઘટનાના સૌ હતભાગી દિવંગતોને તેમજ ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.

(10:44 AM IST)