<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

જામનગર જીલ્લામાં તોફાની મેઘસવારીથી ૧૧ ડેમોમાં ૧ાા થી ર૦ ફુટ નવા પાણીની આવકઃ ફલઝર-રંગમતી-વાડીસંગ પર મેઘો ઓળઘોળ

રાજકોટના ભાદરમાં ૦.૧૬ ફુટનો વધારોઃ હાલારના રૂપારેલ-સસોઇ- પણ પાણીની જોરદાર આવકઃ વડીયા ડેમ ઓવર ફલો

રાજકોટ તા. ર૩ :.. ગઇકાલે સાંજથી આખી રાત દરમિયાન જામનગર જીલ્લામાં મેઘરાજાએ તોફાની સવારી કરી હતી. પરીણામે હાલારના ૧૧ ડેમોમાં ૧ાા થી ર૦ ફુટ નવા પાણીની ધોધમાર આવક થતા જીલ્લામાં જળસંકટ હળવુ થઇ ગયું છે, જામનગર જીલ્લાના કુલ ર૧ ડેમોમાં હાલ રપ.પ૯ ટકા પાણીનો જથ્‍થો સંગ્રાયો હોવાનું જાણવા મળ્‍યું હતું.

સિંચાઇ ખાતાના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે, એક રાતમાં જામનગર જીલ્લાના ફલઝર-૧ માં ૧૦.પ૦ ફુટ, સપડા ૧ર.પ૩, વિજરખી-૩.૮૧, રંગમતી-ર૦.૩૪, ઉંડ-૧, ર.૩૦, વાડીસંગ-૧ર.૪૦, ફલઝર (કો.બા.)માં ૪.૧૭, રૂપારેલ-૬.૦૭, ઉમીયા સાગર-૧.૩૧, સસોઇ-ર માં ૬.પ૬, તથા વગડિયા ડેમમાં ૧૩ ફુટ નવા પાણીની જોરદાર આવક થઇ છે. તેમાં પણ ફલઝર-૧, સપડા, વિજરખી, રંગમતી, ઉંડ-ર, વાડીસંગ, વગડીયા ડેમો ઉપર ૩ાા થી ૭ાા ઇંચ,  વરસાદ ઝીંકાયો હતો. પાણીની ધોધમાર આવકને કારણે ફલઝર-૧, સપડા, રંગમતી, રૂપારેલ, ડેમો છલોછલ બની ગયા છે, વગડીયા ડેમ ઓવરફલો થયો છે.મોરબી જીલ્લામાં મચ્‍છુ-૧ માં ૦.પ૯, ડેમી-૧ માં ૦.૧૬, દ્વારકાના કાબરકામાં ૧ ફુટ, સુરેન્‍દ્રનગરના ત્રિવેણી ઠાંગામાં ૧ ફુટ, નવુ પાણી આવ્‍યું છે.

જયારે રાજકોટ જિલ્લાના ભાદરમાં ૦.૧૬ ફુટના વધારા સાથે જીવંત સપાટી રર.૯૦ ફુટે પહોંચી છે, આ ઉપરાંત ફોફળમાં ૦.૩૦, આજી-૩ માં ૦.પર, ન્‍યારી-ર માં ૦.૬૬, ફુટનો વધારો નોંધાયો છે.

(10:51 AM IST)