News of Tuesday, 24th June 2025
જામનગરના દરેડમાં જયોતિષી માં પ્રેમ પૂર્વીના ‘‘અદ્વેત જયોતિષ કાર્યાલય''નું ઉદ્ઘાટન
જન્મ કુંડળી, પ્રશ્ન કુંડળી, વાસ્તુશાસ્ત્ર, અંક શાસ્ત્ર, ટેરોટ કાર્ડ, ધ્યાન સાધનાથી અનેક પ્રશ્નોના ઉપાયની સુવિધા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૪: જામનગર નજીક આવેલા દરેડમાં જ્યોતિષીમા પ્રેમ પૂર્વીના ‘‘અદ્વેત જ્યોતિષ કાર્યાલય''નું ઉદઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જ્યોતિષી માં પ્રેમ ઊર્મિન ‘‘જ્યોતિષ વિશારદ'' અને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, ઇન્ટરનેશનલ વાસ્તુ શાષાી ડો. નરેન્દ્રભાઈ ભેસદડીયા, અકિલા દૈનિકના બ્યુરોચીફ મુકુંદ બદીયાણી, ચારણ સમાજના પ્રમુખ દેવીદાન ગઢવી, કચ્છથી ખાસ આવેલા રિટાયર આર્મી ઓફિસર પ્રદીપભાઈ જોશી, દર્શન ઠક્કર સહિતનાઓએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. ૨૦ વર્ષની ઉંમરે જ્યોતિષી મા પ્રેમ પૂર્વી દ્વારા જન્મકુંડળી, પ્રશ્ન કુંડળી, વાસ્તુશાષા, અંકશાષા, ટેરોટ કાર્ડ, ધ્યાન સાધના અને ધ્યાનથી માનસિક શાંતિ જેવા વિવિધ જ્ઞાનથી સુજ છે અને બી એ વિથ સાયકોલોજીમાં તેઓએ અભ્યાસ પણ કરેલ છે. જામનગરના દરેડમાં શરૂ થયેલ આ આ કાર્યાલય સવારે ૧૦ થી ૧ અને બપોરે ચાર થી સાત દરમિયાન ખુલ્લું હશે. વધુ વિગત માટે મો. ૭૮૫૯૮૦૦૧૮૭ પર સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ મેળવી જવાનું રામ રહીમ, મુરલીધર પાર્ક, સિધેશ્વર મહાદેવ મંદિર પાછળ, દરેડ, જામનગર ખાતે અચૂક મુલાકાત લઈ પ્રશ્નોનું સમાધાન મેળવી શકાય છે. માં પ્રેમ પૂર્વીના અદ્વૈત જ્યોતિષ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે જામનગરના શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો તેમજ લોકોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
