<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

જામનગરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે પાણીકાપ : જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટની સફાઈ અને પાઇપલાઇન જોડાણની કામગીરીને પગલે નિર્ણય

રવિપાર્ક, જ્ઞાનગંગા અને ગોકુલનગર ESR હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે : નાગરિકોને સહકાર આપવા મહાનગરપાલિકાની અપીલ

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર : જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, એટલે કે બુધવાર, તા. ૨૫/૦૬/૨૦૨૫ ના રોજ પાણી વિતરણ બંધ રહેશે. જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ ખાતે કલેરીફાયરની સફાઈની કામગીરી તેમજ પાઇપલાઇન જોડાણની કામગીરી કરવાની હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કામગીરીના કારણે જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટને સંલગ્ન રવિપાર્ક, જ્ઞાનગંગા અને ગોકુલનગર ઈ.એસ.આર. (એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર) હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેવા પામશે.
પાણી વિતરણ બંધ રહેનારા વિસ્તારો:
 * રવિપાર્ક ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો: યાદવનગર, ભક્તિનગર, મહાદેવનગર, રાધેક્રિષ્ન પાર્ક, ડીફેન્સ કોલોની, વિશાલ પાર્ક, ગોકુલધામ, બાલજી ૧,૨ અને ૩, નવી જુની ચાલી, આનંદ કોલોની, ભીંડાવાડી, પુરબીયાની વાડી, શીવ ટાઉનશીપ, તીરુપતિ પાર્ક-૨, રાધેક્રિષ્ન સોસાયટી, નીલકંઠ પાર્ક, દ્વારકાધીશ પાર્ક, તીરુપતિ પાર્ક-૧, સંગમ પાર્ક, પુષ્પક પાર્ક, યોગીપાર્ક, સંગમપાર્ક વિગેરે.
 * જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો: ઈવા પાર્ક, રઘુવિરપાર્ક, સુભાષપાર્ક, ન્યુ. નવાનગર, નીલકંઠ પાર્ક, મયુર ટાઉનશીપ, ખોડીયાર પાર્ક, મયુરબાગ, સેટેલાઈટ પાર્ક, શ્રીજીપાર્ક, મારુતિનંદન, મારુતિ રેસીડેન્સી, પુષ્કરધામ, ગોકુલધામ, મંગલ ધામ, હરીધામ વિગેરે.
 * ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો: શીવનગર, શ્યામનગર, નારાયણનગર, શ્રુતિપાર્ક, મુરલીધરનગર, નવાનગર, કૈલાશનગર, સયોના શેરીની ડાબી બાજુ, રાજરાજેશ્વરી, બાલમુકુંદ સોસાયટી, સીતારામ સોસાયટી, સોહમનગર, વિજયનગર, સુભાષનગર, ઓશવાળ સોસાયટી, શીતલપાર્ક, મોહનગરનગર, ખાખીનગર, સિધ્ધાર્થનગર, મયુર એવન્યુ, સ્વામીનારાયણનગર વિગેરે.
જામનગર મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, ઉપરોક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન મુજબ સંબંધિત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. શહેરની જાહેર જનતાને આ પાણીકાપની નોંધ લેવા અને મહાનગરપાલિકાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

(6:38 PM IST)