News of Tuesday, 24th June 2025
જામનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ચાર મહત્વપૂર્ણ આરોગ્ય સમીક્ષાત્મક બેઠક યોજાઈ.
છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન નોંધાયેલા માતા અને બાળકના મૃત્યુનાં કેસોની સમીક્ષા કરાઈ

જામનગર : આજે જામનગર મહાનગરપાલિકા ખાતે માન. મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં ચાર મહત્વપૂર્ણ આરોગ્ય સમીક્ષાત્મક બેઠક યોજાઈ હતી જેમાં છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન નોંધાયેલા માતા અને બાળકના મૃત્યુનાં કેસોની સમીક્ષા કરાઈહતી
માતૃ અને બાળ મૃત્યુ સમીક્ષા (MDR અને CDR):
આ બેઠકમાં છેલ્લાં કેટલાંક મહિનાઓ દરમિયાન નોંધાયેલા માતા અને બાળકના મૃત્યુનાં કેસોની સમીક્ષા કરવામાં આવી. દરેક કેસમાં તબીબી સારવાર, અર્લી ડાયગ્નોસિસ અને સમયસરના પગલાં અંગે ચર્ચા કરી જરૂરી સુધારાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું.
સ્ટોપ ડાયરીઆ અભિયાન
જુલાઈ મહિનામાં યોજાનાર ડાયરીઆ અટકાવા માટેના વિશેષ અભિયાન માટેની કામગીરીનું આયોજન થયું. ઓ.આર.એસ. પેકેટ તથા જિંક ટેબ્લેટ્સ નું વિતરણ, જળસંપત્તિના નમૂનાની તપાસ અને પ્રજાજાગૃતિ કાર્યક્રમો અંગે સૂચનાઓ આપવામાં આવી.
ટીડી અને ડીપિટિ રસીકરણ ડ્રાઈવ (Td & DPT Vaccination Drive):
ટીડિ અને ડીપિટી રસીકરણના કવરેજ અને અમલ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને ૧૦ થી ૧૬ વર્ષનાં બાળકો માટે આ રસીકરણના મહત્વને ધ્યાનમાં રાખી વધુ કવરેજ માટે સુચનો અપાયા.
ક્ષયમૃત્યુ ઓડિટ (TB Death Audit):
જિલ્લામાં થયેલા ટ્યુબરક્યુલોસિસથી થયેલા મૃત્યુની સમીક્ષા માટે TB ડેથ ઓડિટ બેઠક યોજાઇ. તમામ કેસોમાં મૃત્યુ પહેલાંની સારવાર, અનુસરેલી દિશા અને સંભવિત સુધારાઓ અંગે ચર્ચા થઈ. આવી ઘટનાઓ પુનરાવૃત્તિ ન થાય તે માટેની પગલાંરૂપ યોજનાઓ તૈયાર કરાઈ.
આ તમામ બેઠકમાં ડેપ્યુટી કમિશનર, સંબંધિત આરોગ્ય અધિકારીઓ, ggh ના લગત વિભાગોના ડોક્ટર્સ, icds, શિક્ષણ વિભાગ અને વોટર વર્કસના અધિકારી, નોડલ પર્સન, એનજીઓ અને કાર્યક્રમના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મ્યુનિસિપલ કમિશનરએ દરેક કાર્યક્રમના સફળ અમલ માટે સતત મોનિટરિંગ અને સક્સેસ રેટ સુધારવા માટે ટીમને પ્રોત્સાહિત કર્યા.ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી ફ્રી વર્ક પ્લેસ માટે ખાસ વિવિધ ઉદ્યોગ વ્યવસાયમાં કામ કરતા લોકો તથા માઇગ્રન્ટ વર્કરો જો ટીબી સંક્રમિત થાય તો તેમના માટે વહેલા નિદાન અને સારવાર માટેના ખાસ પ્રયાસો માટે સ્ટ્રેટેજી બનાવવા અંગે ચર્ચા કરાવવામાં આવેલ
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
