News of Tuesday, 24th June 2025
મોરબીના સરદારબાગ પાસે જીઆરડી જવાન સાથે મારામારી કરનાર શખ્શની અટકાયત .
મારામારી કરનાર શખ્સ દારૂના નશામાં હોવાની લોકચર્ચા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના સરદારબાગ પાસે એક શખ્સે જીઆરડી જવાન સાથે કોઈ મામલે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મારામારી કરનાર શખ્સ દારૂના નશામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોલીસે આ શખ્સની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
