<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

જસદણના ગઢડીયા ગામે હરેશભાઇ પરમાર ઉપર ધોકા-પાઇપથી હુમલો

ઘર પાસે પેશાબ કરવાની ના પાડતા પડોશી પિતા-પુત્ર સહિત ત્રણ તૂટી પડયા

રાજકોટ તા. રપઃ જસદણના ગઢડીયા ગામે ઘર પાસે પેશાબ કરવાની ના પાડતા યુવાન ઉપર ત્રણ શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. મળતી વિગતો મુજબ ગઢડીયા ગામે રહેતા હરેશભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ. ર૬) ઉપર પાડોશમાં રહેતા સંજય જેન્‍તીભાઇ ઝાપડીયા, વિજય જેન્‍તીભાઇ ઝાપડીયા તથા નકુબેન જેન્‍તીભાઇ ઝાપડીયાએ લાકડીના ધોકા અને લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્‍ત હરેશભાઇએ પાડોશમાં રહેતા સંજયભાઇ તથા તેના પુત્ર ઘર પાસે ડેલી સામે અવારનવાર પેશાબ કરતા હોય ના પાડતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

આ અંગે હરેશભાઇ પરમારે ઉકત ત્રણેય સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરતા એ.એસ.આઇ. એસ. વી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે. 

(11:52 AM IST)