News of Wednesday, 25th June 2025
બે રિક્ષા અથડાઇને ગોથા ખાઇ ગઇઃ પિન્ટુભાઇનો હાથ કપાઇ ગયો, બે વર્ષના પુત્ર આયુષનું મોત
મોરબી કુબેર ચાર રસ્તા પાસે બનાવઃ બાળકે રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૫: મોરબીના કુબેર ચાર રસ્તા પાસે બે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં બંને રિક્ષા ગોથા મારી ગઇ હતી. આ અકસ્માતમાં એક યુવાનનો હાથ કપાઇને નોખો પડી ગયો હતો અને તેના બે વર્ષના દિકરાને ગંભીર ઇજા થતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. યુવાન તેના પત્નિની દવા લેવા જઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબીની કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે શ્રીનાથ કોમ્પલેક્ષ પાસે બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક રિક્ષામાં બેઠેલા મુસાફર મોરબીના સુલતાનપુરમાં રહેતાં પીન્ટુભાઇ જયભાઇ ગુપ્તા (ઉ.વ.૪૦) અને તેના દિકરા આયુષ પીન્ટુ ગુપ્તા (ઉ.વ.૨)ને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં પિન્ટુભાઇલનો એક હાથ કપાઇ ગયો હતો. તેના પુત્રને પણ ગંભીર ઇજા પહોંચતા મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ પુત્ર આયુષનું મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર આયુષ બે ભાઇમાં નાનો હતો. આ પરિવાર મુળ યુપીનો વતની છે. પિન્ટુભાઇ કારખાનામાં મજૂરી કરે છે. તેની પત્નિ નેહા બિમાર હોઇ દવા લેવા જતી વખતે આ બનાવ બન્યો હતો. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
