<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

હળવદ તાલુકાની ઈસનપુર, ઈશ્વરનગર, શ્રીજીનગર અને શિવપુર ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ

શ્રીજીનગરના સરપંચ પાંચ મતે જીત્‍યાઃ વોર્ડ નંબર-૩માં ટાઈ પડી

 

 

(દીપક જાની દ્વારા) હળવદ  તા.૨૬: હળવદ તાલુકાના જુના ઈસનપુર ઈશ્વર નગર શ્રીજી નગર અને શિવપુર ગ્રામ પંચાયતની ચૂંટણી નું પરિણામ જાહેર થયું . જેમાં શ્રીજી નગરના સરપંચ માત્ર પાંચ મતે ચૂંટણી જીત્‍યા છે જ્‍યારે આ જ ગામના વોર્ડ નંબર ત્રણમાં ટાઈ પડી હતી જેમાં સિક્કો ઉછાળતા સામેની પેનલ ના ઉમેદવાર જીત્‍યા હતા. શિવપુર ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ ના ઉમેદવાર ગણેશભાઈ બચુભાઈ પટેલ ૯૫ મતે જીત્‍યા હતાં જયારે તેઓની પે નલમાં નિમુબેન રજનીકાંતભાઈ પટેલ વોર્ડ નંબર-૪, અશોકભાઈ તુલસીભાઈ વોર્ડ નંબર-૫, ગીતાબેન રાજેશભાઈ જોઠલોદા વોર્ડ નંબર-૬,અન્નપૂર્ણાબેન કાંતિલાલ ભીમાણી વોર્ડ નંબર-૭, કાનજીભાઈ ગફલભાઈ ચૌહાણ વોર્ડ નંબર-૮મા ચૂંટણી જીત્‍યા હતા તેમજ સામેની પેન લમાંથી ઉર્વશીબેન સારંગભાઈ સુરાણી વોર્ડ નંબર-૧, રેખાબેન રમેશભાઈ વાણંદ વોર્ડ નંબર ૨, અને તુષારભાઈ રમેશભાઈ વાણંદ વોર્ડ નંબર-૩ માંથી જીત મેળવી હતી. ઈશ્વરનગર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રૂપલબેન રાજેશભાઈ પરમાર ૩૦ મતે ચૂંટાયા છે.જ્‍યારે તેઓની પેન લમાં ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ અઘારા વોર્ડ નંબર-૮, મુકેશભાઈ પ્રભુભાઈ દલસણીયા વોર્ડ નંબર -૪, રાજેશભાઈ વલમજીભાઈ પટેલ વોર્ડ નંબર-૫,સાગરભાઈ જાદવજીભાઈ રાજપરા વોર્ડ નંબર-૬મા ચૂંટણી જીત્‍યા હતા જ્‍યારે સામેની પેનલમાં અનસુયાબેન નંદલાલભાઈ પટેલ વોર્ડ-નંબર-૧, જાગળતિબેન શૈલેષભાઈ રૂપાલા વોર્ડ નંબર-૭, વસંતભાઈ હરગોવિંદભાઈ વાણંદ વોર્ડ નંબર-૨ અને મધુબેન શાંતિલાલ વાણંદ વોર્ડ નંબર-૩માંથી જીત્‍યા છે.

 નવા વેગડવાવ (શ્રીજી નગર) માં ધનજીભાઈ બાવલભાઈ

દલવાડી ૫ મતે સરપંચની ચૂંટણી જીત્‍યા છે જ્‍યારે તેઓની પેનલમાં રાઘવજીભાઈ ચતુરભાઈ કણજારીયા વોર્ડ નંબર-૩, દેવજીભાઈ કાનજીભાઈ કણજારીયા વોડ નંબર-૪, મીના બેન ઈતેશભાઈ દલવાડી વોર્ડ નંબર-૫, અરવિંદભાઈ ખીમ તભાઈ કણજારીયા વોર્ડ નંબર-૭અને પરેશભાઈ બળદેવભાઈ જાદવ વોર્ડ નંબર-૮માં ચૂંટણી જીત્‍યા છે જયારે સામેની પેનલમાં અલ્‍પાબેન દીપકભાઈ મકવાણા ટાઈ પડતા સિક્કો ઉછાળ્‍યો હતો અને જેવો વોર્ડ નંબર-૨માં ચૂંટણી જીત્‍યા છે તેમજ કાજલબેન અક્ષય ભાઈ સોનગરા વોર્ડ નંબર-૬મા ચૂંટણી જીત્‍યા છે જ્‍યારે સુમિતાબેન દીપકભાઈ મોરી વોર્ડ નંબર-૧મા બિનહરીફ થયા હતા.

જુના ઇસનપુર ગ્રામ પંચાયતમાં રંજનબા રાજેન્‍દ્રસિંહ ઝાલા સરપંચ તરીકે ચૂંટાયા છે જ્‍યારે તેઓની પેન લમાં હેતલબેન દિલીપભાઈ પરમાર વોર્ડ નંબર-૧, અમરતબેન સોંડાભાઈ ચારોલા વોર્ડ નંબર-૨, દિવ્‍યાબેન કરસનભાઈ પરમાર વોર્ડ નંબર-૩, અનુબેન દિનેશભાઈ વોર્ડ નંબર-૬ અને પ્રવીણભાઈ દેવજીભાઈ મકવાણા વોર્ડ નંબર-૭માં ચૂંટણી જીત્‍યા છે.જ્‍યારે સામે ની પેનલમાં છગનભાઈ ભીખાભાઈ મકવાણા વોર્ડ નંબર-૫, નીતાબેન મગનભાઈ વરાણીયા વોર્ડ નંબર-૪ અને દિનેશભાઈ મૂળજીભાઈ મકવાણા વોર્ડ નંબર-૮માં વિજેતા જાહેર થયા હતા.(૩૮.૧૨)

(10:26 AM IST)