તા. ૨૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૪ રવિવાર
News of Thursday, 26th June 2025
ધોરાજીમાં પાણીના બુગદામાંથી રામપરાના યુવાનની નગ્ન લાશ મળીઃ હત્યાની શંકાથી ચકચાર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨૬: શહેરમાં જૂની શાક માર્કેટની જગ્યાએ ૭ વર્ષ પહેલા નવી શાકમાર્કેટ બની ગઈ છે જેનું આજ સુધી લોકાર્પણ થયેલ ન હોવાથી તે શાક માર્કેટ ખંઢેર હાલતમાં અને આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ છે તે નવી શાક માર્કેટમાં ધોરાજીના રામપરાના રહીશ ૪૫ વર્ષની યુવાન બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા નામના વ્યક્તિની લાશ નગ્ન હાલતમાં મળી આવતા ધોરાજીના એ.એસપી સિમરન ભારદ્વાજ (આઇપીએસ) તેમજ ધોરાજી સીટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવેલ હતા.
લાશની સ્થિતિ જોતા પ્રાથમિક તબક્કે મળતકની હત્યા થઈ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. લાશ મળી આવતાની ઘટનાને લઇ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બીજી તરફ પોલીસ અધિકારીઓએ પણ પ્રાથમિક કક્ષાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ એફ એસ એલ અને ડોગ્સ કોડની મદદ લઈ ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરાઈ રહી છે.
મળતક બટુકભાઈ મકવાણા ધોરાજીના રામપરા વિસ્તારમાં સામે કાંઠે રહેતા હોવાની વાત બહાર આવી છે. હાલ તેમના મળતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવેલ છે જેમાં રિપોર્ટ બાદ મળત્યુના ચોક્કસ કારણો જાણવા મળી શકે છે.
ધોરાજી શહેરના જૂની શાક માર્કેટને તોડી પાડી કરોડો રૂપિયાના ખર્ચે નવી શાક માર્કેટ બનાવવામાં આવી છે. પરંતુ એ શાક માર્કેટમાં હજુ સુધી વેપારીઓને થડા ફાળવવામાં ન આવ્યા હોવાથી માર્કેટની હાલત ખંઢેર જેવી થઈ જવા પામી છે અને આ માર્કેટ આવારા તત્વોનો અડ્ડો બની ગઈ છે તેમજ માર્કેટમાંથી લોખંડની જાળીઓ સહિત ચીજ વસ્તુઓ ચોરાવાની ઘટના પણ બની ગઈ છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
