તા. ૨૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૪ રવિવાર
News of Thursday, 26th June 2025
ધોરાજીમાં ઝઘડાના કારણે બટુકભાઇની વિક્રમ મકવાણાએ હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી'તી

રાજકોટ તા.૨૬: ધોરાજીના રામપરાના રહીશ ૪૫ વર્ષની યુવાન બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા નામના વ્યક્તિની લાશ નગ્ન હાલતમાં મળ્યા બાદ પોલીસ તપાસમાં તેની હત્યા થયાનું ખુલતા પોલીસે હત્યા કરનાર શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી સર ભગવતસિંહજી શાકમાર્કેટ પાસે ગટરમાંથી રામપરાના બટુકભાઇ નરસિંહભાઇ મકવાણાની લાશ મળી આવતા ધોરાજીના એ.એસપી. સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પી.આઇ. કે.એસ. ગરચર તથા સ્ટાફે તપાસ હાથધરતા મૃતક બટુકભાઇની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર બટુકભાઇને વિક્રમ મકવાણા સાથે અગાઉ ઝઘડો થયેલો હોઇ તેનો ખાર રાખી વિક્રમ મકવાણાએ બટુકભાઇ ઉપર તિક્ષણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી લાશ ઢસડીને ગટરમાં નાખી દીધી હતી. મૃતક બટુકભાઇ વિક્રમ મકવાણાને મળવા જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ તેની લાશ મળી આવી હતી.
આ બનાવ અંગે મૃતક બટુકભાઇના પત્ની તારાબેન મકવાણાએ આરોપી વિક્રમ મકવાણા રે.ધોરાજી ફરેણી રોડ સામે ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
ધોરાજી તાલુકાના છ ગામોમાં ચૂંટણીના પરિણામો આવ્યા
ધોરાજી, તા., ર૬: તાલુકાના કુલ છ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી મામલતદાર આર કે પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
જેમાં મોટી વાવડી પાટણવાવ ભૂખી અને છત્રાસા ગામમાં સરપંચના પદ માટે તેમજ સભ્યપદ માટે ચૂંટણી હતી જ્યારે મોટીમારડ ઝાંઝમેર સુપેડી ગામોમાં વોર્ડ સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી.
ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે સરપંચ પદે મંજુલાબેન ગિરિશભાઈ કણસાગરા પાટણવાવ ગામે કાનજીભાઈ ભીખુભાઈ સાવલિયા ભૂખી ગામે પ્રફુલ્લાબા પ્રફુલસિહ રાયજાદા અને છત્રાસા ગામે નમ્રતાબા શક્તિસિંહ સરવૈયા સરપંચ પદે ચૂંટાયા હતા.
ધોરાજી તાલુકા વિસ્તારમાં કુલ છ ગામોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ તેમજ વર્ડના સદસ્ય તરીકે ચૂંટણી શાંતિપૂર્વક યોજાઇ હતી મત ગણતરી દરમિયાન ધોરાજી સરકારી હાઇસ્કુલ ભાગવતસિંહજી ખાતે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. (૪.૧૨)
પોરબંદરમાં તીનપતી જુગાર રમતા
પ શખ્સો ૧૧,૭૭૦ની રોકડ સાથે ઝડપાયા
પોરબંદર, તા. ર૬ : બોખીરા વિસ્તારમાં તીનપતિ જુગાર રમતા પ શખ્સોને ૧૧,૭૦૦ ની રોકડ સાથે પોલીસ પકડી લીધાં હતાં
બોખીરા વિસ્તારમાં જુગાર રમતા કિશોર વેજાભાઇ, નાથા સુકાભાઇ, નીતેષ બાવલાભાઇ, રામ ભીખુભાઇ તથા અર્જુન બાબુભાઇને ૧૧,૭૭૦ ની રોકડ સાથે પોલીસે પકડી લીધા છે.
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.આર. જાડેજા તપાસ ચલાવી રહ્યાં છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
