<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં વધુ બે ઇંચ : કુલ સાડા ૫ ઇંચ : જુનાગઢ જિલ્લામાં હળવો-ભારે વરસાદ યથાવત : પોરબંદરમાં અડધો ઇંચ

( વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૬ :        જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં વધુ બે ઇંચ વરસાદ પડતા સવારથી બપોર સુધીમાં કુલ સાડા ૫ ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત માંગરોળમાં પોણો ઇંચ તથા કેશોદ અને માણાવદરમાં વરસાદી ઝાપટા સાથે જુનાગઢ જિલ્લામાં હળવો-ભારે વરસાદ યથાવત છે.

           પોરબંદરના પ્રતિનિધિ હેમેન્દ્ર કુમાર પારેખના અહેવાલમાં જણાવ્યું છે કે આજે બપોરે ધીમીધારે વરસાદ વરસતા પોરબંદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

(4:26 PM IST)