News of Thursday, 26th June 2025
કેશોદમાં ઉતાવળીયા નદીમાં મહિલા તણાઈ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી...
કેશોદમાં ઉતાવળીયા નદીમાં ઓળંગવા જતાં મહિલા તણાઈ શોધખોળ શરૂ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : કેશોદ પંથકમાં સવારે ભારે વરસાદ પડતાં ઉતાવળીયા નદી અને ટીલોળી નદી બે કાંઠે વહેવા લાગી હતી. કેશોદમાં ઉતાવળીયા નદીમાં વહેતાં પાણીમાં રસ્તો ઓળંગવા જતાં આકસ્મિક રીતે મહિલા તણાવા લાગતાં કિનારે ઉભેલા લોકો બુમાબુમ કરતાં ખબર પડી હતી. પ્રાથમિક ધોરણે પરિવારજનો અને સગાસબંધી દ્વારા શોધખોળ કરતાં કોઈ પતો મળ્યો ન હતો ત્યારે સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ થતાં તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક અસરથી એનડીઆરએફની ટીમ ને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે.
કેશોદમાં ઉતાવળીયા નદીમાં વહેતાં પાણીમાં મહિલા તણાઈ જતાં એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ ઉતાવળીયા નદીમાં વહેતાં પાણીમાં તણાઈ ગયેલી મહિલા અમીનાબેન હુસેનભાઈ સાટી જુનાગઢ થી કેશોદ આવી નદીના વહેણમાં રસ્તો ઓળંગવા જતાં આકસ્મિક ઘટના બની છે.
સદનસીબે વરસાદ બંધ થતાં ઉતાવળીયા નદીમાં પાણી ઓસરી ગયાં છે ત્યારે અંધારું થાય એ પહેલાં મહિલા મળી આવે એવી સૌ પ્રાર્થના કરી રહ્યાં છે. કેશોદ શહેરનું સ્થાનિક તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયેલ છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
