News of Friday, 27th June 2025
શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ઓર્કિડના ફૂલનો સાથે સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને રથયાત્રાનો દિવ્ય શણગાર : 300 કિલો જાંબુ અને 200 કિલો મગ તથા ચણાનો અન્નકૂટ :જુઓ વિડીયો
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા.૨૭: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અષાઢી બીજ નિમિતે તા.27-06-2025ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:45 કલાકે શણગાર આરતી શ્રી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ સવારે 07:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને 300 કિલો જાંબુડા, મગ તથા ચણાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આપ સૌ પર તેમની કૃપા બની રહે. શુભ રથયાત્રા… 'જય જગન્નાથ'
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે અષાઢી બીજના પાવન પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયા ની મહેનતે બનાવેલા વાઘા પહેરાવવામાં આવેલા છે. હનુમાનજીના સિંહાસને વડોદરા થી મંગાવેલા ઓર્કિડના ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે. તો દાદાને આજે 300 કિલો જાંબુ અને 200 કિલો મગ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. આ અન્નકૂટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
