<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ગોંડલના ચોરડી ગ્રામ પંચાયતમાં અપસેટઃ રાજેન્‍દ્રસિંહનો વિજયઃ ત્રિપાંખીયા જંગમાં પુર્વ અને માજી સરપંચની હાર

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૭: ગોંડલ પંથક માં રાજકીય મહત્‍વ ધરાવતી ચોરડી ગ્રામ પંચાયત ની ચુંટણીનાં પરીણામ જાહેર થતા અપસેટ સર્જાયો છે.

ચુંટણી માં જુના જોગી અને અંદાજે ત્રણ દશકાથી ચોરડી માં સરપંચ રહેલા અને તાલુકા પંચાયત માં પણ સદસ્‍ય રહી ચુકેલા દશરથસિહ ઝાલાને હરાવી રાજેન્‍દ્રસિંહ ઝાલાનાં પત્‍નિ  આશાબા ૬૯ મત થી સરપંચ પદની ચુંટણી જીતી ગયાછે.આશાબા એ પુર્વ સરપંચ ધીરજલાલ ધોળકીયા ને પણ પરાસ્‍ત કર્યા છે.

ચુંટણી માં આશાબા ઝાલાને ૭૨૪ દશરથસિહ ઝાલાને ૬૫૫ તથા ધીરજલાલ ધોળકીયા ને ૪૧૦ મત મળ્‍યા હતા.

સરપંચ તરીકે ચુંટાયા બાદ આશાબા ઝાલાએ ચોરડી નાં સર્વાંગી વિકાસ માટે પ્રયત્‍નશીલ રહેશે તેવું જણાવ્‍યું હતુ.(તસવીર રાજેન્‍દ્રસિંહ તથા આશાબા)

(11:04 AM IST)