<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અષાઢી બીજે મેઘકૃપાથી સર્વત્ર હરખની હેલી

જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર જીલ્લામાં હળવો-ભારે વરસાદ વરસ્‍યોઃ આજે પણ મેઘાવી માહોલ

 

 

ગીરનાર પર્વત ઉપર થયેલ મેઘકૃપા તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ) (પ-૧૩

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલ અષાઢી બીજના આગલા દિવસે અને આજે અષાઢી બીજના સર્વત્ર મેઘકૃપા થતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હરખની હેલી છવાઇ છે.

જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, રાજકોટ, મોરબી, સહિતના જીલ્લાઓમાં હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારથી મેઘાવી માહોલ યથાવત છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.  આજે અષાઢીનું પાવન પર્વ છે. જેની શુભ શરૂઆતથી ગિરનાર પર્વત પર સવારથી મેઘો ઓળઘોળ થતા પહાડ અને સીડી પરથી પાણી વહેતું થઈ ગયું છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલથી ફરી મેઘરાજાએ ઇનિંગ શરૂ કરી છે. સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન કુલ ૭૩૮ મીમી વરસાદ થતાં મોસમનો કુલ વરસાદનો આંક વધીને ૨૭૮૪ મીમી થયો હતો.

સવાર સુધીમાં માણાવદર ૫૪ મીમી, વંથલી ૨૯, જૂનાગઢ ગ્રામ્‍ય ૩૬ ૩૬, ભેસાણ ૩૪, વિસાવદર ૧૩૩, મેંદરડા ૪૯, કેશોદ ૮૦, માંગરોળ ૧૩૦, માળીયાહાટીના ૧૫૭ અને જૂનાગઢ શહેરમાં ૩૬ મીમી વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે વંથલી પંથક અને તેની ઉપરવાસમાં ગુરુવારે વરસાદ થતાં ઓઝત વિયર શાપુર ડેમ ઓવરફલો થયો હતો જેના પગલે ડેમ નીચે આવતા વંથલી, કણજા, આખા, ટીનમસ, ટીકર, શાપુર, નાના કાજલીયાળા અમે માણાવદર તાલુકાના પીપલાણા ગામના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્‍યા હતા સાથે સાથે નદીના પટ વિસ્‍તારમાં અવરજવર નહીં કરવાની સૂચના આપી હતી.

આજે પ્રમાણે વિસાવદર અને તેની આસપાસના વિસ્‍તારોમાં  પણ ગુરુવારે અનરાધાર વરસાદ વરસતા નદીઓમાં પુર આવ્‍યા હતા. જ્‍યારે ધ્રાફડ ડેમ છલોછલ થઈ જતા ચાંપરડા, નવી ચાવંડ, સરસઈ અને ખીજડીયા ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી હતી.

દરમિયાન આજે પણ સવારથી સાર્વત્રિક મેઘ મહેર વરસી રહી છે. વહેલી સવારથી ગિરનાર પર્વત પર મેઘરાજાએ મંડાણ કરતા રાત્રિના બે વાગ્‍યાથી સવારના આઠ વાગ્‍યા સુધીમાં વધુ ત્રણ ઇંચ વરસાદ થયો હતો. તેના પગલે છેલ્લા બે દિવસથી ગિરનાર પર્વત અને સીડી પરથી શરૂ થયેલા ઝરણા આજે પણ વહેતા જોવા મળ્‍યા હતા.

જુનાગઢ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં આજે પણ સવારથી મેઘરાજાએ મુકામ કર્યો છે. ગઈકાલે દોઢ ઇંચ પાણી વરસાવ્‍યા બાદ આજે સવારથી વળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

જુનાગઢ ઉપરાંત માંગરોળ પંથકમાં સવારના પ્રારંભિક બે કલાકમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. મેંદરડા, માળીયાહાટીના સહિતના વિસ્‍તારોમાં પણ આજે મેઘરા જઈએ અષાઢી બીજનું શુકન સાચવ્‍યું છે.

આજે સવાર સુધીમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જુનાગઢ

માણાવદર   પ૪ મી. મી.

વંથલી                ર૯ મી. મી.

જુનાગઢ     ૩૮ મી. મી.

ભેંસાણ                ૩૪ મી. મી.

વિસાવદર   ૧૩૩ મી. મી.

મેંદરડા               પ૧ મી. મી.

કેશોદ                 ૮ર મી. મી.

માંગરોળ     ૧પ૪ મી. મી.

માળીયાહાટીના       ૧૬ર મી. મી.

અમરેલી

કુંકાવાવ-વડીયા      ૭૪ મી. મી.

બાબરા               પ૦ મી. મી.

લાઠી         ૧ર મી. મી.

અમરેલી     ૬૦ મી. મી.

લીલીયા      પ મી. મી.

બગસરા      ર૩ મી. મી.

ધારી         ૮ મી. મી.

સાવરકુંડલા  ૪ મી. મી.

ખાંભા                 રપ મી. મી.

રાજુલા               પ૯ મી. મી.

જામનગર

જામનગર    ૮ મી. મી.

જોડીયા               ૧૩ મી. મી.

ધ્રોલ         ર૬ મી. મી.

કાલાવડ     ૭ મી. મી.

લાલપુર      ૯ મી. મી.

જામજોધપુર ૬પ મી. મી.

દેવભૂમિ દ્વારકા

દ્વારકા                 રર મી. મી.

ખંભાળીયા    ૯ મી. મી.

કલ્‍યાણપુર   ૮૧ મી. મી.

ભાણવડ      ૧૪ મી. મી.

(11:05 AM IST)