<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ગોંડલ જામકંડોરણા પંથકની પાંચ ચોરીઓનો ભેદ ખુલ્‍યોઃ ટોળકીનો સાગ્રીત નારણ ઝડપાયો

ચાર સાગ્રીતોની શોધઃ આંબરડીમાં દુકાનમાં થયેલી ૧.૧૦ લાખની ચોરીનો ભેદ ખુલ્‍યોઃ રૂરલ એલસીબીના પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ ગોહિલ અને ટીમની કામગીરી

 

 

રાજકોટ તા. ૨૭: ગોંડલ અને જામકંડોરણા પંથકમાં ચોરીઓ કરતી ગેંગના એક સાગ્રીતને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઇ તેના ચાર સાગ્રીતોની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્‍સે ગોંડલના આંબરડી ગામે દૂકાનમાં થયેલી ૧.૧૦ લાખની ચોરી કબુલી છે. ગોંડલ, જામકંડોરણામાં કુલ પાંચ ચોરીઓ કરી હોવાની કબુલાત આ શખ્‍સે આપી છે.

રાજકોટ ગ્રામ્‍ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. સી. ગોહિલ તથા તેમની ટીમ તપાસમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ગોંડલના સેમળા ગામના પાટીયા પાસે બે મોટરસાયકલની શંકાસ્‍પદ અવરજવર થઈ રહી છે. જેથી આ બાતમીના આધારે એલસીબીની ટીમે અહીં વોચ ગોઠવી હતી. દરમિયાન અહીં સેમળા ગામના પાટીયા પાસેથી નારણ ઉર્ફે નરેશ ધીરૂભાઈ ચારોલીયા (ઉ.વ ૨૧ રહે. મૂળ વાસાવડ તા. ગોંડલ, હાલ આશાપુરા ચોકડી નદી કાંઠે, ગોંડલ) ને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની સઘન પૂછતાછ કરતા તેણે તથા તેના સાથીદારોએ મળી ગોંડલ તાલુકાના આંબરડી ગામે તથા જામકંડોરણા વિસ્‍તારમાં ઘરફોડ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પોલીસે આરોપી પાસેથી રોકડ રૂપિયા ૧૪,૦૦૦ એક બાઈક અને ડીસમીસ સહિત કુલ રૂપિયા ૩૪,૦૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસની સઘન પુછતાછ કરતા તેના સાથીદારો તરીકે તેના ભાઈ વિક્રમ ધીરૂભાઈ ચારોલીયા, રણજીત ધીરૂભાઈ ચારોલીયા, દેવચંદ ધીરૂભાઈ ચારોલીયા (રહે. ત્રણેય આશાપુરા ચોકડી નદી કાંઠે) અને તેના સંબંધી સાગર બાબાભાઈ ઉર્ફે અશોકભાઈ ચારોલીયા (રહે ગરનાળા તા. ગોંડલ) ના નામ ખુલ્‍યા હતા. પોલીસની પૂછપરછમાં આ ટોળકીએ રાજકોટ જિલ્લામાં છેલ્લામાં પાંચેક મહિનામાં પાંચ ઘરફોડ ચોરીને અંજામ આપ્‍યો હોવાની કબુલાત આપી હતી. જેથી

આ કામગીરી એલસીબીના પીએસઆઇ બાલકળષ્‍ણભાઈ ત્રિવેદી, ઈન્‍દ્રજીતસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, હેડ કોન્‍સ્‍ટેબલ અનિલભાઈ ગુજરાતી, મનોજભાઈ બાયલ ભગીરથસિંહ જાડેજા, રસિકભાઈ જમોડ કોન્‍સ. મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા, ઘનશ્‍યામસિંહ જાડેજા, રજાકભાઈ બિલખીયા સાથે રહ્યા હતા. (૧૪.૫)

(11:06 AM IST)