તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 27th June 2025
જુનાગઢમાં અકસ્માતમાં ઘવાયેલ વ્યકિતને તાત્કાલિક એક કલાકમાં મદદ કરનાર વ્યકિતને સરકાર તરફથી સન્માનિત કરાશે

ગુડ સમરીટન યોજના હેઠળ આવા નાગરિકોને સન્માનિત કરીને રોકડ રૂ.૫૦૦૦/ તેમજ પ્રમાણપત્રથી પુરસ્કળત કરવામાં આવશે
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૭: જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું છે કે, દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતથી લોકોના મળત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખુબ જ ગંભીર બાબત છે. માર્ગ અકસ્માતમાં જ્યારે કોઈ વ્યક્તિનું મળત્યુ થાય છે ત્યારે એક અમૂલ્ય માનવ જીવન તથા એક પરિવાર પોતાના સ્વજનને અને રાષ્ટ્ર પોતાના નાગરિકને ગુમાવતો હોય છે. જેના નુકશાનની કોઈપણ પ્રકારે ભરપાઇ થઇ શકતી નથી.
માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક એક જ કલાક (ગોલ્ડન અવર) માં મેડીકલ સારવાર પ્રાપ્ત થાય તો અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય છે. જેથી માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને મદદ કરવા લોકોમાં વધુમાં વધુ જાગળતિ આવે તે ઉદેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા Scheme for Grant of Award to the Good Samaritan યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો મુખ્ય ઉદેશ્ય માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓની મદદ કરવા માટે લોકો વધુમાં વધુ આગળ આવે તે રહેલો છે.
આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યક્તિ દ્વારા માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને મદદ કરવામાં આવેલી હોય, તો તે મદદ કરનારી વ્યક્તિને આ યોજનાના ધારાધોરણ મુજબ સન્માન રાશિ રૂ. ૫૦૦૦/- રોકડા DBT ના માધ્યમથી ચુકવવામાં આવશે. સાથોસાથ તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મળવાપાત્ર રાશિ તથા પ્રસંશાપત્ર એક જ અઠવાડિયામાં આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને મદદ કરનારી વ્યકિતનું જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા કે અન્ય પદાધિકારીશ્રીઓ દ્વારા જાહેરમંચ પરથી સન્માન કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય અકસ્માત સમયે ઘવાયેલા વ્યકિતને મદદ કરનારી વ્યકિતઓને આત્મ સંતોષ મળે અને ઘવાયેલા વ્યકિતને તાત્કાલિક સારવાર મળવાથી એક અમુલ્ય માનવ જીવન બચાવી શકાય છે.
જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આ સંદેશાનું પાલન કરે અને માર્ગ અકસ્માતમાં ઘવાયેલા હતભાગીઓ પ્રત્યે માનવીય અભિગમ કેળવે, માર્ગ અકસ્માત રોકવા માટે આગળ વધે, આ યોજનાનો મહત્તમ લાભ મેળવે તેવો અનુરોધ કરવામાં આવે છે. તેમ પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી, શહેર ટ્રાફિક શાખા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
