તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 27th June 2025
ગોંડલ સેતુબંધ ડેમમાં પુરૂષની નગ્ન લાશ મળી

ગોંડલ, તા.૨૭: સેતુબંધ ડેમમાં અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની જાણ કોઈએ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને કરતા ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ, જયભાઈ સહિત ની ટીમ ફાયર બ્રિગેડ સ્ટાફ સાથે સેતુબંધ ડેમ દોડી જઇ અજાણ્યા પુરુષની નગ્ન હાલતમાં લાશ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. દરમિયાન એ ડીવીઝન પોલીસનાં પીએસઆઇ વી.જે.જાડેજાએ તપાસ હાથ ધરી મળતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મળતકની ઓળખ થઇ ના હોય હાલ મળતદેહ સિવિલ હોસ્પિટલનાં કોલ્ડરૂમમાં રખાયો છે. મળતક યુવાનની ઉમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની છે. ઘઉવર્ણો વાન છે. મળતકનાં વાલી વારસોએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબ ૦૨૮૨૫-૨૨૦૦૨૯ તથા પીએસઆઇ. વી.જે.જાડેજા મો.૬૩૫૯૬૨૫૭૦૪ પર સંપર્ક કરવા જણાવાયુ છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
