News of Friday, 27th June 2025
પરબમાં ભાવિકો ઉમટયાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજની ઉજવણી
શ્રી જગન્નાથજી ભગવાનની શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ, તા., ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અષાઢી બીજની ઉજવણી ભવ્યતાથી કરવામાં આવી રહી છે. આજે જુનાગઢ જીલ્લાના પરબધામમાં પૂ. કરશનદાસ બાપુના સાનિધ્યમાં વિશેષ પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો સાથે અષાઢી બીજની ઉજવણી થઇ રહી છે. જેમાં ભાવિકો ઉમટયા છે.
શ્રી જગન્નાથજી ભગવાનની શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.
ધોરાજી
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી અષાઢી બીજ નિમિત્તે સેલાણી સાંઈ પરબની મોટી જગ્યા ખાતે સમાધિ પૂજન નેજા ઉત્સવ પાઠ પ્રસાદી તેમજ સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા
ધોરાજીના બહારપુરા પરબની જગ્યા ખાતે સેલાણી સાંઈ પરબની મોટી જગ્યા ખાતે સમાધિ પૂજન નેજા ઉત્સવ પાઠ પ્રસાદી તેમજ સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
આ ઉપરાંત રામદેવપીર મંદિર તેમજ સુપેડી ખાતે મુરલી મનોહર મંદિર ખાતે અષાઢી બીજના ધાર્મિક ઉત્સવો ધામ પૂર્વક ઉજવાયા હતા
અષાઢી બીજ ના પર્વ નિમિત્તે ધોરાજી શહેર અને પંથકના સનાતન સંપ્રદાયના મંદિરો અને જગ્યાઓ ખાતે અષાઢી બીજના પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી
ધોરાજી ખાતે પ્રાચીન સાંઈ સેલાણી, શ્રી હુરામાં શ્રી ગંગદાસ બાપુ ની ચેતન સમાધિનું પૂજન કરાયું તેમજ મહંત શ્રી વિજયદાસ બાપુના સાનિધ્યમાં નેજા ઉત્સવ પાઠ પ્રસાદી તેમજ સંતવાણી સહિતના કાર્યક્રમો અષાઢી બીજ નિમિત્તે યોજવામાં આવ્યા હતા.
ધોરાજી સ્મશાન પાસે આવેલ ભીખુ બાપુ નાનકની જગ્યા ખાતે રામદેવપીરજી મહારાજના મંદિરે પાઠ પ્રસાદી સંતવાણી તેમજ ધાર્મિક રિવાજો મુજબ પૂજન વિધિ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ અતિ પ્રાચીન મુરલી મનોહર મંદિર ખાતે અષાઢી બીજના પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આરતી પૂજન ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
