News of Friday, 27th June 2025
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી: સૌથી વધુ માળીયા હાટીનામાં 6.18 ઇંચ ખાબક્યો
વિસાવદરમાં 5.24 ઈંચ,માંગરોળ 5.10 ઈંચ, કેશોદમાં 3.10 ઈંચ.માણાવદરમાં 2.20 ઈંચ અને મેંદરડામાં 2 ઈંચ.વરસાદ વરસ્યો

જૂનાગઢ : છેલ્લા ઘણા દિવસથી જૂનાગઢ જિલ્લામાં અવરિત વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢના માંગરોળ, માણાવદર, માળિયા હાટિના, જૂનાગઢ શહેર,વંથલી, મેંદરડા, કેશોદમાં વરસાદ પડ્યો છે.
માળીયા હાટિના 6.18 ઈંચ,વિસાવદરમાં 5.24 ઈંચ,માંગરોળ 5.10 ઈંચ,કેશોદમાં 3.10 ઈંચ.,માણાવદરમાં 2.20 ઈંચ.,મેંદરડામાં 2 ઈંચ.,જૂનાગઢમાં 1.42 ઈંચ,ભેસાણમાં 1.30 ઈંચ.અને વંથલીમાં 1.14 ઈંચ વરસાદ વરસ્યો હતો
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 215 તાલુકમાં વરસાદ પડ્યો છે. જેમા માળીયા હાટીના અને વડાલીમાં છ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હજુ ત્રણ દિવસની ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
