News of Friday, 27th June 2025
ઉપલેટાના ‘‘ઓનર કિલિંગ''ના કિસ્સામાં સુનિલ ઉર્ફે કરણને આજીવન કેદની સજા
ઉપલેટામાં શકિત માતાના મંદિર પાસે આરોપીએ તેની પત્નિની મદદથી રીના અને તેના પતિ અનિલની હત્યા કરી હતીઃ ખુબ જ ચકચાર ભર્યા કેસમાં ધોરાજી સેસન્સ કોર્ટનો ચુકાદોઃ સાહેદોની જુબાની, સાંયોગીક પુરાવા, બ્લડ ગ્રુપના પુરાવાથી આરોપીઓ સામેનો કેસ પુરવાર થાય છેઃ સરકારી વકીલ કાર્તિકેય પારેખ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ - ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, અલી હુસેન મોહીબુલ્લા શેખ એ, તારીખ ૧૯/ ૪/ ૨૦૨૨ ઉપલેટા સતી માતા ના મંદિર પાસે, રીના અને અનિલ નામના બે વ્યક્તિનું ખૂન કરવા બદલ આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજી સિંગરખિયાને, ગુનેગાર ઠરાવી અને આજીવન કેદની સજા ફટકારી હતી.
બનાવની વિગત મુજબ મનસુખભાઈ ગોવિંદભાઈ નો દીકરો અનિલ સામે અગાઉ હાલના કેસના આરોપી સોમજીભાઈ સિંગરખીયાએ પોતાની સગીર વયની દીકરીને ભગાડી જવા બદલ ફરિયાદ નોંધાવેલી હતી. તે કેસ ધોરાજીના સ્પેશિયલ પોક્ષો જજ સમક્ષ ચાલેલ અને ભોગ બનનારે આરોપી તરફથી જૂબાની આપતા આરોપી ને નિર્દોષ છોડવામાં આવેલ હતો
ત્યારબાદ સમાજમાં મેણાટોણા મારે છે એવું માની અને ઓનર કિલિંગ જેવો કિસ્સો બનેલો. જેમાં તારીખ ૧૯ ૪ ૨૦૨૨ ના મરણ જનાર રીના તથા મરણ જનાર અનિલ મનસુખભાઈ મહીડા દાંતની સારવાર કરાવવા માટે ઉપલેટા આવેલા આ અંગેની માહિતી મળતા આરોપી કરણ ઉર્ફે સુનિલ સોમજી તથા સોમજીભાઈ જેઠાભાઈ સિંગરખીયા અને કરણના પત્ની હર્ષા ઉર્ફે કીર્તિ કરણભાઈ એ ગુન્હાહિત કાવતરું રચેલ અને ઉપલેટા શક્તિ માતાના મંદિર પાસે, જીકરીયા મસ્જિદ વાળી ગલીમાં આરોપી કરણ ઉર્ફે સુનિલ છરી લઇ અને નીકળી પડેલ અને આડેધડ ઘા મારી અને મરણ જનાર અનિલ તથા તેના પત્ની રીનાનું ખૂન કરી નાખેલ. સરા જાહેર કરેલા આ ખૂન બાદ મરણ જનાર બંને લોકોને કોઈએ મદદ કરેલી નહીં અને તે તરફડી અને તે જ જગ્યાએ મોત પામ્યા હતા.
ત્યારબાદ અનિલ ના પિતા મનસુખભાઈ ગોવિંદભાઈ મહીડાએ તત્કાલીન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ જે ઝાલા સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવેલી. જેના આધારે ગુનો નોંધી અને તપાસ કરવામાં આવેલ આગળ જતા આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ હેમેન્દ્ર માણસુરભાઈ ધાંધલ એ કરેલી, અને આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ જણાતા ખૂન કરવાનું અને કાવતરું રચવાનું ચાર્જશીટ કરેલું હતું. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જ્યારે પુરાવો નોંધાવવાનો શરૂ થયો ત્યારે, તમામ વિટનેસ ફરી ગયા, નજરે જોનાર સાહેદો તમામ વીટનેસ સરકાર પક્ષના કેસને સમર્થન આપેલ નહીં અને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવેલ.
ખુદ ફરિયાદી પણ ફરી ગયા અને હોસ્ટેઇલ જાહેર કરવામાં આવેલ. બનાવ સંબંધે તપાસ કરનાર અધિકારી ને પુરાવામાં માહિ દૂધ નું સેન્ટર ચલાવતા રફીક ઈસ્માઈલભાઈ શેખના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા ના ફૂટેજ પણ કબજે લેવામાં આવેલ, અને તે ફૂટેજ પ્રમાણે, બનાવ સમયે પહેલા મરણ જનાર બંને દોડતા જાય છે પાછળ આરોપી કરણ ઉર્ફે સુનિલ દોડતો દોડતો જાય છે જેના હાથમાં છરી હતી અને તેની પાછળ આરોપી હર્ષા દોડતી દોડતી જાય છે. અને આશરે ત્રણ મિનિટ જેવા ગાળામાં હર્ષા અને આરોપી કરણ પરત ફરે છે. પરંતુ આ રફીક ઈસ્માઈલ શેખ પણ ફરી ગયા. ત્યારબાદ સરકારી શાહેદોની જુબાનીઓ થઈ, આરોપી પક્ષે દલીલ કરવામાં આવી કે સરકાર પોતાનો કે સાબિત કરવામાં નિષ્ફળ નીકળી છે.. નજરે જોનાર સાહેદો એ ફરિયાદ પક્ષને સમર્થન આપેલ નથી, ત્યારે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઈએ.
સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ એ દલીલો કરેલી હતી અને અન્ય ચુકાદા ટાંકી જણાવેલ તમામ સાહેદ, ફરી જાય તો પણ તપાસ કરનાર અધિકારીની જુબાનીને પણ ધ્યાને લઈ અને અદાલત ગુનેગાર ઠરાવી શકે. તેમણે દલીલ કરતાં જણાવેલું હતું કે માણસ ખોટું બોલી શકે પરંતુ સંજોગો ખોટું બોલી શકે નહીં અને સીસીટીવી ફૂટેજ માં જે ઘટનાક્રમ છે તે આરોપી ઉપર ગંભીર શંકા દર્શાવે તે રીતનો છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર એક પોતાની જુબાનીમાં જણાવેલ છે કે મુદ્દા માલની જે છરી છે તેનાથી મરણ જનારના શરીર ઉપર જે ઇજાઓ હતી તે ઇજાઓ સંભવી શકે. અને આ ઇજાઓ પ્રાણ ઘાતક હતી મળત્યુ નીપજાવવા માટે પર્યાપ્ત હતી. વિશેષમાં ઓનર કિલિંગ નો કેસ છે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં જવલેજ આવા કિસ્સા બનતા હોય છે, અને હાલના કિસ્સામાં તપાસ કરનાર અધિકારી ગજેન્દ્રસિંહ જામભા ઝાલા તથા હેમેન્દ્ર માણસુરભાઈ ધાંધલને ન માનવાને કોઈ કારણ નથી. ગજેન્દ્રસિંહ એ તપાસ દરમિયાન આરોપીઓને અશોક લેલન સાથે પકડેલા, અને આ અશોક લેલન માંથી પ્રાણ ઘાતક હથિયાર છરીની રિકવરી કરેલી છે. એફએસએલ અધિકારીના રિપોર્ટ પ્રમાણે આ છરી ઉપરથી મરણ જનાર બંનેનું બ્લડ ગ્રુપ ઓ હતું તે બ્લડ સેમ્પલ મળેલા છે. અને સંયોગીક પુરાવો જોતા આરોપીઓને ગુનેગાર ઠરાવવા જોઈએ.
બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ એ આરોપી હર્ષા ઉર્ફે કીર્તિ તથા સોમજીભાઈ જેઠાભાઇ સિંગરખીયા ને ગુનાહિત કાવતરા અને હત્યામાં મદદ કરવાની કલમોમાંથી શંકા નો લાભ આપી છોડેલા છે. જ્યારે આરોપી કરણ ઉર્ફે સુનિલ સોમજી સિંગરખીયા રહેવાસી અરણી તાલુકા ઉપલેટા વાળાને આજીવન કેદની સજા ફટકારેલ. હતી .
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પ્રાંતમાં ઓનર કિલિંગ જેવા બનાવ બની રહ્યા નથી, ત્યારે આ પ્રથમ બનાવવામાં જ આજીવન કેદની સજા આવેલી છે. આ કેસના નજરે જોનાર સાહેદો તથા ફરિયાદી પણ હોસ્ટાઇલ જાહેર થયેલા, પરંતુ મનુષ્ય ખોટું બોલી શકે સંજોગો નહીં તે સિદ્ધાંતને ધ્યાને લઈ અને આરોપી સુનિલ ઉર્ફે કરણ ની માતા ની જુબાનીને ધ્યાને લઈ હાલનો ચુકાદો આપવામાં આવેલ.(તસવીરોઃ કિશોરભાઈ રાઠોડ)
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
