News of Friday, 27th June 2025
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અડધાથી સાડા ૩ ઇંચ વરસાદ પડતા નદીઓ-ચેક ડેમ ભરાયા
અત્યાર સુધીમાં કલ્યાણપુર-૮ દ્વારકામાં પ અને ભાણવડમાં ૪ ઇંચ વરસાદ પડયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭ :.. દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં અડધો ઇંચ, ભાણવડમાં પોણો ઇંચ દ્વારકામાં એક ઇંચ વરસાદ પડયો હતો.
જયારે કલ્યાણપુર પંથકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડયો હતો. મોસમનો કુલ વરસાદ જોઇએ તો ખંભાળીયા-ભાણવડ ચાર-ચાર ઇંચ, દ્વારકા પાંચ ઇંચ અને કલ્યાણપુર આઠ ઇંચ વરસાદ પડયો છે.
કલ્યાણપુર પંથકમાં ગઇકાલે સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય પંથકના અનેક તળાવોમાં નવા પાણી આવવાની સાથે ડેમોમાં પણ નવા પાણી આવ્યા હતાં. સાની ડેમમાં પણ નવુ પાણી આવ્યું હતું તો ઢગલાબંધ ચેક ડેમો છલકાઇ ગયા હતાં.
વાવણી કર્યા બાદ આ સૌથી સારો વરસાદ તથા આ વરસાદથી નદીઓમાં પૂર નીકળતા કુવા, બોરમાં પણ નવા પાણીની આવક ચાલુ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
કલ્યાણપુર, દુપીયા, ધતુરીયા, રાજપરા, હરીપુર, ડાંગર, વડ, ગઢકા, બાંકોડા, ભાટીયા, સહિતના અનેક ગામોમાં વરસાદ પડયો હતો.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
