News of Friday, 27th June 2025
બરડાના જંગલમાં શ્રીલંકાના ૪૦૦થી વધુ નવરંગ પક્ષીઓ ‘મહેમાન' બન્યાં
૪ થી પ ઇંચના પક્ષીને જુદા જુદા નવ રંગોઃ વજન ૪પ થી ૬પ ગ્રામઃ સીસોટી જવો અવાજઃ ગુફા પ્રકારના માળા બનાવે છેઃ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલા નવરંગ પક્ષીને બરડાનું વાતારવણ અનુકુળ

પોરબંદર, તા. ર૭: બરડા જંગલમાં શ્રીલંકાથી પ૦૦ થી વધુ નવરંગ નામના પક્ષીઓ મહેમાન બની આવ્યા છે.
જુદા જુદા નવ રંગોને લીધે આ પક્ષી નવરંગ તરીકે જાણીતું છે. નવરંગ પક્ષીને બરડા જંગલનું વાતાવરણ અનુકુળ આવી ગયું છે. નવરંગ પક્ષી બરડામાં બચ્ચાને જન્મ આપીને ઉછેરે છે. સીસોટી જેવો અવાજ ધરાવતા નવરંગ પક્ષીનું વજન ૪પ થી ૬પ ગ્રામ જ છે. તે કદમાં ૪ થી પ ઇંચ નાનું છે. નવરંગ પક્ષી બરડામાં ગુફા પ્રકારના માળા બનાવે છે બરડામાં સુરક્ષા અનુભવે છે.
વન વિભાગના ડો. વિજય ખુંટીએ જણાવેલ કે પોરબંદર પંથકમાં દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ આવે છે ત્યારે શ્રીલંકાનાં ‘નવરંગ' પક્ષીઓ ચોમાસા પહેલા બરડા જંગલમાં આવ્યા છે.
હેમેન્દ્રકુમાર પારેખ
પોરબંદર
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
