<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

પોરબંદર જિલ્લામાં મેઘરાજાની પુનઃ ધમાકેધાર એન્‍ટ્રીઃ દોઢથી સાડા ત્રણ ઇંચ

પોરબંદર ૩૬ મી. મી., રાણાવાવ ૮ર મી.મી., કુતિયાણા ૬પ મી. મી.: બરડા પંથકના મોઢવાડા સોઢાણા બખરલામાં ધીમીધારે સરેરાશ ૧ ઇંચ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭ :.. જિલ્લામાં પાંચેક દિવસ અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારા ઉઠવા હતા ત્‍યારે ગઇકાલે બપોરે મેઘરાજાનું ધમાકેદાર પુનઃ આગમન થયું હતો બપોર ર થી સાંજે ૪ સુધીમાં વરસાદ તૂટી પડયો હતો. જિલ્લામાં સરેરાશ દોઢ ઇંચથી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૩૬ મી. મી., રાણાવાવ ૮ર મી. મી. અને કુતિયાણામાં ૬પ મી.મી. આજે સવાર સુધીના ર૪ કલાકમાં નોંધાયો છે એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૪પ મી. મી. નોંધાયો છે.

ખંભાળામાં ૪૮ મી. મી. વરસાદ નોંધાયો છે. ૪૮ મી. મી. વરસાદ નોંધાયો છે. ખંભાળા જળાશયમાં પઇંચ નવુ પાણી આવતા કુલ સપાટી ર૩.૪ ફુટ પહોંચી છે.

બરડા પંથકના મોઢવાડા, સોઢાણા, બખરલામાં સરેરાશ એક ઇંચ વરસાદ ગઇકાલે વરસી ગયો હતો. આજે સવારે સૂર્ય પ્રકાશિત વાતાવરણ છે. 

(1:20 PM IST)