News of Friday, 27th June 2025
આજે-કાલે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં મેઘરાજા જમાવટ કરશે
૧૦ જિલ્લામાં ઓરેન્જ અને ૧૮ જિલ્લામાં યેલો એલર્ટઃ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ આજે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે.
જ્યારે આવતીકાલે જૂન ૨૮ના રોજ રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. આ દિવસે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર, સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારે વરસાદની સંભાવના છે.
જૂન ૨૯ થી જુલાઈ ૧ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધુ વ્યાપક બનશે. આ સમયગાળામાં કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગપ નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ અને સુરત જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામા આવી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
