તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 27th June 2025
મોરબીમાં ઈસ્કોન મંદિર દ્વારા જગન્નાથજીની રથયાત્રા નીકળી, નગરજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી.
હરે રામા હરે ક્રિષ્ના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા : શોભાયાત્રાનું ઠેર-ઠેર ભાવિકો દ્વારા સ્વાગત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અષાઢી બીજના પાવન પર્વે મોરબીના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ધર્મોલ્લાસ સાથે નીકળી હતી. હરે રામા હરે ક્રિષ્ના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી
અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર નગર ચર્યાએ નીકળે છે, ત્યારે નગરજનો બધા કામ પડતા મૂકી દર્શન માટે ઉમટી પડે છે. મોરબીમાં ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ભાવભેર શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાના આકર્ષક રથમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી બિરાજમાન થયા હતા. રથયાત્રા જડેશ્વર મહાદેવ મંદિરેથી શરૂ થઈ અયોધ્યાપુરી રોડ, નેહરુ ગેટ ચોક થી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રાનું ઠેર-ઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક જયંતિભાઈ ભાડેસીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા. રથયાત્રા હરે રામ હરે ક્રિષ્નાના નાદ સાથે ઉત્સાહભેર સંપન્ન થઇ હતી.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
