<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

પોરબંદરમાં અપહરણ અને ખંડણી કેસ : હિરલબા જાડેજા સહિત ૩ આરોપીઓ વિરુદ્ધ ૫૭ દિવસમાં ચાર્જશીટ દાખલ!

પોરબંદર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી પુરાવા એકત્ર કર્યા : ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સુધી તપાસ લંબાવાઈ : ૧૦ પોલીસ ટીમો અને ૭૧ સાક્ષીઓની જુબાની સાથે કડક કાર્યવાહી!

(પરેશ પારેખ દ્વારા), પોરબંદર : જૂનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની કડક સૂચનાઓના પગલે, પોરબંદર પોલીસે અપહરણ, ગોંધી રાખવા અને ખંડણી જેવા ગંભીર ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા અને તેના બે સાગરીતો વિરુદ્ધ ઝડપથી તપાસ પૂર્ણ કરી, ઘટનાના ૫૭ દિવસમાં જ વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે. મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. અને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુ.ર.ન. પાર્ટ-એ-૦૧૪૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ક.૩૦૮(૫),૧૪૦(૩),૧૪૨,૧૧૫(૨),૩૫૧(૩),૧૨૦(૧),૧૨૭(૪), ૩૨૯(૩),૬૧(૨)બી મુજબના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓના નામ:
૧. હિરલબા વા/ઓ ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજા, ઉ.વ.૫૮, રહે. સુરજપેલેસ, કાવેરી હોટલની બાજુમાં, પોરબંદર
૨. હિતેશભાઈ ભીમાભાઈ ઓડેદરા, ઉ.વ.૨૮, રહે. વ્રજવાટિકા સોસાયટી, બોખીરા, પોરબંદર
૩. વિજય ભીમાભાઈ ઓડેદરા, ઉ.વ.૨૪, રહે. વ્રજવાટિકા સોસાયટી, બોખીરા, પોરબંદર
તપાસની વિગતો:
આ કેસની તપાસ દરમિયાન કુલ ૭૧ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને ૨૨ પંચનામા કરવામાં આવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કુલ ૧૦ પોલીસ ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી. તપાસનો વ્યાપ ગુજરાત પૂરતો સીમિત ન રહેતા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કબ્જે લેવામાં આવેલ મુદ્દામાલ:
પોલીસે તપાસ દરમિયાન નોંધપાત્ર મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં એક કાર, પાંચ મોબાઈલ ફોન, ત્રણ લેપટોપ, ત્રણ દસ્તાવેજ ફાઈલ, બે ચેક, ચાર પ્રોમિસરી નોટ, ત્રણ પેન ડ્રાઈવ, એક દસ્તાવેજ લખાણ અને અન્ય ઇલેક્ટ્રોનિક તેમજ સંબંધિત પુરાવાઓનો સમાવેશ થાય છે.
તપાસ અને ચાર્જશીટ કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:
આ કેસની તપાસ અને ચાર્જશીટ PI આર.સી. કાનમિયા, ASI સી.એસ. તમખાને, UHC જે.જે. ઓડેદરા, UPC સંજય નાથાભાઈ, અરવિંદ કરશનભાઈ, લખુ નેભાભાઈ દ્વારા કરવામાં આવી હતી.
તપાસમાં કામગીરી કરનાર અન્ય અધિકારીઓ/કર્મચારીઓ:
મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી. સાહિત્યા વિ. અને સુરજીત મહેડુ, નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય વિભાગની સૂચના મુજબ PI આર.સી. કાનમિયા, PI એસ.ડી. સાળુંકે અને તેમની ટીમ, PI આર.એમ. રાઠોડ અને તેમની ટીમ, PI પ્રતિક પટેલ, PSI સુમનબા જાડેજા, LCB PSI આર.કે. કાંબરીયા અને તેમની ટીમ, સર્વેલન્સ PSI એ.એ. ડોડીયા, જે.એલ. જાડેજા, આર.ડી. નિનામા, કે.જે. બલદાણીયા, સર્વેલન્સ સ્ટાફ ASI એસ.એ. બકોત્રા, UHC એન.ટી. ભટ્ટ, બી.પી. માળીયા, એસ.એમ. જાંબુચા, સી.જી. મોઢવાડીયા, UPC સાજન રામશીભાઈ, સુરેશ કિશાભાઈ, વિજય ખીમાભાઈ, દક્ષાબેન ગીજુભાઈ, UHC જે.જે. ઓડેદરા (બગવદર પો.સ્ટે.) અને UPC સંજય નાથાભાઈ (નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય કચેરી) સહિતના કર્મચારીઓ આ સમગ્ર કામગીરીમાં રોકાયેલા હતા.
આ ઝડપી કાર્યવાહી અને વિસ્તૃત તપાસ દર્શાવે છે કે પોરબંદર પોલીસ ગુનેગારોને કાયદાના દાયરામાં લાવવા માટે કટિબદ્ધ છે.

 

(11:23 PM IST)