<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મોરબી જિલ્લાના ધોરણ – ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક; પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય,  કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબીમાં ધોરણ ૬ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો  www.navodaya.gov.in  તેમજ  https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઇટ પરથી તા.૨૯/૦૭/૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.

ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિધાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-૫ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. ૧૩/૧૨/૨૦૨૫ (શનિવાર)ના રોજ લેવામાં આવશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્ય આર. કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.


 

(11:52 PM IST)