News of Saturday, 28th June 2025
મોરબીમા નવા કાયદા અંગેની ચિત્ર, ઓડિયો, વિડિઓ સ્પર્ધાના વિજેતાઓને રૂ. 2થી 10 હજારના ઇનામ અપાયા
મોરબી જીલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગના ભાગરૂપે ચિચિત્ર, ઓડિયો, વીડિયો સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ સાથે અભિપ્રાય પણ લેવાયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની લોકોને સમજ આપવા નવતર પ્રયોગના ભાગરૂપે ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિજેતા થયેલા સ્પર્ધકોને 2 હજારથી લઈ 20 હજાર સુધીના ઇનામ જિલ્લા પોલીસવડા તેમજ અન્ય અધિકારીઓની પ્રેરક હાજરીમાં એનાયત કરાયા હતા.
મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત ત્રણ નવા કાયદા અંગે જનજાગૃતચિત્ર લાવવા અંગેની સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા હડિયલ, બીજા નંબરે હેત્વી ડઢાણીયા અને ત્રીજા નંબરે નેન્સી ભોરણીયા અને અશોક પરમાર રહ્યા હતા. જ્યારે ઓડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે અવની વાઢેર, બીજા નંબરે ડો.ફેની સુચક અને ત્રીજા નંબરે નંદિની સોની રહ્યા છે. ઉપરાંત વીડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે સાક્ષી કોઠારી બીજા નંબરે ભાવિકા પારેખ અને ત્રીજા નંબરે મિતેશ દવે રહ્યા છે. વિજેતાઓને રૂપિયા બે હજારથી લઈ વીસ હજાર સુધીના રોકડ ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઇનામ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધીક્ષક, મુખ્ય મથક, વી.બી.દલવાડી, રિઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ. ચૌહાણ હાજર રહેલ અને તમામ વિજેતાઓને પોલીસ અધીક્ષક મોરબી દ્વારા પ્રમાણપત્ર તથા રોકડ રકમ ઈનામ સ્વરૂપે આપવામાં આવેલ હતા. હાજર રહેલ તમામ વિજેતાઓ સાથે ભવિષ્યમાં જન જાગૃતી માટે અન્ય શુ કાર્યક્રમો થય શકે તે બાબતે પ્રતીભાવો પણ લેવામાં આવ્યા હતા.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
