તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Saturday, 28th June 2025
વઢવાણમાં ખાડામાં પડી જતાં ભાવનગરના સોની વૃધ્ધનું મોત

વઢવાણ તા. ૨૮: મુખ્ય બઝારોમાં પડેલા ખાડા પુરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતા મનપા તંત્ર કોઇ ધ્યાન દેતુ નથી ત્યારે ખાડાએ વળધ્ધનો જીવ લીધાની ઘટના બની હતી.વઢવાણમાં ધોળીપોળ વિસ્તારમાં ડો.સવદાસભાઇ અને તેમના પત્ની રહે છે.તેમના સાઢુભાઇ રમેશભાઇ નવનીતભાઇ સોની ભાવનગર રહે છે.રમેશભાઇ શુક્રવારે ભાવનગરથી પોતાના સાઢુભાઇને મળવા માટે આવ્યા હતા ત્યારે રસ્તે ચાલીને જતા હતા તે સમયે કશ્બા શેરીના નાકા પાસે આવેલા ખાડામાં તેમનો પગ પડી ગયો હતો.આથી શરીરનું બેલેન્સ ગુમાવતા તેઓ પડી ગયા હતા.અને ઇજા થવાને કારણે તેમનું મોત થયુ હતુ.
૩૫ ફુંટનો રસ્તો પાણીની લાઇન માટે ખોદી નાખ્યો પછી રીપેર જ ન કરાતા જોખમી બન્યો વઢવાણમાં ધોળીપોળથી ખારવાની પોળ સુધીનો અંદાજે ૧ કિમીનો રસ્તો આવેલો છે.જેની પહોળાઇ ૩૫ ફુંટ જેટલી છે.આ રસ્તો વઢવાણનો મેઇન રોડ છે.નલસે જલ યોજનામાં પાણીની લાઇન નાખવા માટે રસ્તો ખોદી નાખ્યો છે.ત્યાર બાદ કોઇ જ રીપેરીંગ કરાયુ નથી.આથી સાકડા રસ્તા ઉપર થતા પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહયા છે ત્યારે ચાલીને જતા લોકોની હાલત કફોડી બની જાય છે.
અશોકભાઇ સોની કહે છે કે દિવસનો સમય હતો વઢવાણની બઝાર ધમધમતી હતી અનેક લોકોની અવર જવર હતી.ખાડાને કારણે વાહન ચાલકો ખાડા તારવી તરવીને વાહનો લઇને પસરા થતા હતા.તે સમયે એક વળધ્ધ અચાનક પડી ગયાના સમાચાર મળતા હું તુરંત ત્યા પહોચી ગયો હતો.તેમના માથામાં ઇજા થઇ હતી અને લોહી પણ નિકળતુ હતુ.દવાખાને લઇ જતા તેમને મળત જાહેર કરવામાં આવ્યા હતા.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
