<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ભાવનગરની રથયાત્રામાં વિશ્વ શાંતિ, સ્‍ટોપ ધ વોર અને વેશભૂષામાં અયોધ્‍યામાં રામના પાત્રને ઈનામ

ગીતા સંદેશ ,જળસંચય વિગેરે ફલોટ્‍સે આકર્ષણ જમાવ્‍યું

(વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ :..  જગન્નાથ રથયાત્રામાં દર વર્ષે વિવિધ કલાત્‍મક ફલોટ જોડાતા હોય છે. ફલોટ સજાવટ અને અપાતા મેસેજને ધ્‍યાનમાં લઇ ક્રમાંક  આપી ઇનામો આપવામાં આવે છે.આ વર્ષે  ફલોટમાં વિશ્વશાંતી, સ્‍ટોપ ધ વોર, વેશભુષામાં અયોધ્‍યાના રામનું પાત્ર અને અખાડામાં નિર્મોહી અખાડાને પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું.

 આ રથયાત્રાના વિવિધ ફલોટ, વેશભૂષા અને અખાડા માટે રથયાત્રા સમિતિ દ્વારા એક નિર્ણાયક કમિટી બનાવી હતી. જેના દ્વારા તૈયાર કરેલ રથયાત્રા સમિતિના અધ્‍યક્ષનું ચિત્ર અર્પણ કરાયુ હતું.

સમિતિ દ્વારા ફલોટમાં ટ્રક નં. ૬૯ આઝાદ મિત્ર મંડળનો વિશ્વ શાંતિ, સ્‍ટોપ ધ વોર તે પ્રથમ ક્રમ, ટ્રક નં. ૭૧ કાછીયાવાડ યુવક મંડળના ગીતા સંદેશને બીજો અને ટ્રક નં. ૩૦ રાજહંસ નેચર કલબના જળસંચયને ત્રીજો ક્રમાંક અપાયો હતો. સાથે શહિદ વિરાંજલી, આધુનિક ભારત નિર્માણ અને સુરક્ષિત ભારતના ફલોટ પણ પસંદગી પામ્‍યા હતા. તો વેશભુષામાં ગજાનન ગળપના પ્રશાંત વેગડ જે અયોધ્‍યાના રામને પ્રથમ, રોનિત વેગડ મહાદેવના પાત્રને દ્વિતિય, અજયભાઈ રામદેવપીરના પાત્રને તળતિય, ડાભી પ્રવિણને શ્રવણના પાત્ર બદલ પ્રોત્‍સાહક ઈનામો જાહેર કરાયા હતા.

આ સાથે અખાડામાં પણ નિર્મોહિ અખાડાનો પ્રથમ, દુર્ગાવાહીની દ્વિતિય, લાયન સ્‍કેટીંગ કલબ તળતિય અને ગણેશ ક્રિડામંડળનો બોડી બિલ્‍ડીંગને પ્રોત્‍સાહક ક્રમાંક આપવામાં આવ્‍યો હતો. નિર્ણાયક કમિટીમાં સવશ્રી શૈલેન્‍દ્રસિંહ ગોહિલ, એસ.ડી .રાવલ, દીપકભાઈ વ્‍યાસ, કલાપીભાઈ પાઠક, દિગ્‍વિજયસિંહ ઝાલા, વિપુલભાઈ રાઠોડ અને શ્રીમતી પૂજાબેન પંડિત એ સેવા આપી હતી. 

(11:32 AM IST)