તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Saturday, 28th June 2025
જામકંડોરણામાં ભગવાન શ્રી રામદેવજી મહારાજની અષાઢી બીજની ભવ્ય રથયાત્રા નીકળી

(મનસુખભાઈ બાલધા દવારા) જામકંડોરણા :. શ્રી સનાતન યુવક મંડળ દ્વારા આયોજીત ભગવાન શ્રીરામદેવજી મહારાજની ભવ્ય રથયાત્રાને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ ભગવાની રામદેવજી પ્રભુનુ પૂજન આરતી કરી પ્રારંભ કરાવ્યો હતો આ રથયાત્રા રામ મંદિરથી શરૂ થઈ પટેલ ચોક,ડંકી ચોક, ભાદરા નાકા, બસ સ્ટેશન, બાલાજી-ચોક થઈ રામ મંદિરે પૂર્ણ થઈ હતી રથયાત્રામાં મુખ્ય રથમાં ભગવાનશ્રી રામદેવજી મહારાજની પ્રતિમા તથા સંતશ્રી રમેશબાપુ દાણીધારીયા બિરાજમાન હતા . પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા, મહામંત્રી આશિષભાઈ કોયાણી સહિતના જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
