<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

કાજલી માર્કેટીંગ યાર્ડની બાજુમાં રોજ બાઈક સ્‍લીપ થવાના બનાવો

પ્રભાસપાટણ તા ૨૮: વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી પુલ ઉપર ધણા સમયથી રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે જેથી આ ઉપર થી વાહનો ચલાવવા અતિ મુશ્‍કેલ બનેલ છે અને અત્‍યારે ચોમાસું ચાલતું હોવા થી વરસાદ ને કારણે આ ખાડા પાણી થી ભરાયેલ છે જેથી વાહન ચાલકો ને ખબર પડતી નથી કે કય જગ્‍યા એ ખાંડા આવેલ છે આ ખાડા મા બાઈક જવા થી વારંવાર પડવા ના બનાવો બને છે અને લોકો ને ઈજાઓ પણ થાય છે

આ ખુબજ મહત્‍વ ના પુલ ઉપર પાણી પણ ભરાય છે રોડ વિભાગ દ્વારા પાણી કાઢવાની પણ કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી જે પાણી કાઢવા ના હોલ છે તે બંધ થયેલ છે જેથી વરસાદ થતાં ની સાથે પુલ ઉપર પાણી ભરાય છે અને વાહનો ચલાવવા અતિ મુશ્‍કેલ બને છે આ પુલ ઉપર થી સતત વાહનો ચાલુ હોય છે અને પુલ જુનું હોવા છતાં ખુબજ મજબૂત છે પરંતુ જાળવણી ના અભાવે પુલ નબળો થતો જાય છે જેથી આ પુલ ઉપર થી પાણી કાઢવાની વ્‍યવસ્‍થા કરવામાં આવે અને પુલ ઉપર ના ખાડા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. 

(11:55 AM IST)