News of Saturday, 28th June 2025
ધોરણ-૩ મા જતસ્ય કારેલીયા સ્કુલ ફર્સ્ટઃ સંઘાણીના હસ્તે વિશિષ્ટ સન્માન

અમરેલીઃ પુત્રના પગ પારણે એ કહેવતને કારેલીયા પરિવારના નાનકડા ટાબરીયાએ ચરિતાર્થ કરી છે. માણેકપરા-અમરેલી ખાતે આવેલ સરકારી પ્રાથમીક શાળામા (ગુરૂકળપા બાલ મંદિર) ધો.-૩ મા અભ્યાસ કરતા ચિ.જતસ્ય મુકેશભાઈ (દાસ) કારેલીયા શાળા ફર્સ્ટ આવીને સમગ્ર શાળા પરિવાર અને કારેલીયા પરિવારનું ગૌરવ વધારેલ છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રિય સહકારી મોભી દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, દિલીપભાઈ સંઘાણીના પી.એ. ઋજુલભાઈ ગોંડલીયા, નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન દામજીભાઈ ગોલ, નગર પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, યુવા અગ્રણી રમેશભાઈ શિંગાળા, વોર્ડ નં-૬ ના સદસ્યશ્રીઓ સંજય રામાણી (ચંદુ), ચિરાગભાઈ ત્રિવેદી, અલ્કાબેન ગોંડલીયા, ડિરેકટર બાબુભાઈ સખવાળા, શાળાના આચાર્ય ભ્રમિતસિંહ ચૌહાણ, રાજુભાઈ દેથલીયા, પરશુરામબાપુ, શિક્ષિકા બહેનો સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહયા હતા.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
