<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

સૌરાષ્‍ટ્ર જનતા ટ્રેનમાંથી રેલવેના લોકો પાયલોટની ડોકયુમેન્‍ટ, રોકડ સાથેની બેગની ચોરી

સુઈ ગયા ને તસ્‍કર હાથફેરો કરી જતા પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા. ૨૮,સૌરાષ્‍ટ્ર જનતા ટ્રેનમાંથી રેલવેના લોકો પાયલોટની ડોકયુમેન્‍ટ, રોકડ સાથેની બેગની ચોરાઈ જતા રેલ્‍વે પોલીસે તપાસ હાથ ધરી હતી.

જેતલસર જંકશન ખાતે રહેતા રેલવેના લોકો પાયલોટ મુનેશકુમાર રામસિંગ મીણા ૨૭ જૂનના રોજ સવારે ૪:૩૦ વાગ્‍યે જેતલસર રેલવે સ્‍ટેશનથી સૌરાષ્‍ટ્ર જનતા એક્‍સપ્રેસ ટ્રેનમાં બેસીને વંદે ભારત ટ્રેન બંકિંગ વેરાવળ જવા નીકળ્‍યા હતા. જેતલસર થી ટ્રેનમાં સુઈ ગયા હતા આદ્રી રેલ્‍વે સ્‍ટેશન સુધીમાં અજાણ્‍યો શખ્‍સ તેની ડ્રાઇવર ડાયરી, રેલવે આઈ કાર્ડ, લોકો ટુલ કીટ, લાલ અને લીલી ઝંડી સહિતના ડોકયુમેન્‍ટ અને રૂપિયા ૧,૫૦૦ની રોકડ સાથેની બેગ ચોરીને નાસી ગયો હતો. ઘટના અંગે જૂનાગઢ રેલવે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

(1:48 PM IST)