<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

અસામાજિક તત્વોની દાદાગીરીને લીધે કાલે સરધાર ગામ બંધ રહેશે : અસામાજિક તત્વો સામે ગામમાં ભભૂકતો રોશ!

રાજકોટ, તા. ૨૮ જૂન, ૨૦૨૫, શનિવાર: રાજકોટ-ભાવનગર હાઈવે પર સ્થિત સરધાર ગામમાં કાલે, રવિવારે, સંપૂર્ણ બંધ પાળવામાં આવશે. આ બંધનું કારણ અસામાજિક તત્વોની બેફામ દાદાગીરી છે. સરધારના "માટેલ ટાયર" ના વેપારી મયુરભાઈ વસોયા પર આટકોટના નામચીન સિકંદર જુમાભાઈ સંધિ અને તેના પુત્ર દ્વારા હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે વેપારીએ તેમને ટાયર ઉધાર આપવાનો ઇનકાર કર્યો હતો.

આ ઘટનાથી સરધાર ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ ન કરતા, સરધારના વેપારી મંડળે ન્યાયની માંગ સાથે ગામ બંધ રાખવાની જાહેરાત કરી છે અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે.

 

(4:39 PM IST)