<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પોરબંદરમાં પ્રેમ પ્રકરણના કારણે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો : તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા : ચાર આરોપીઓ ઝડપાયા

રાણાવાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી નાશી છુટેલા ચારેય આરોપીને પોલીસે ઝડપી લીધા

પોરબંદર જિલ્લામાં 27 જૂનના રોજ અષાઢી બીજના દિવસે હત્યાની ઘટના બની હતી. યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામા આવી છે. ચાર શખ્સોએ હત્યા કરી હોવાની પોલીસ ફરીયાદ નોધાઇ છે પ્રેમ સંબધના મનદુ:ખને લઇ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યો હતો કૌટુમ્બિક બહેન સાથે જ પ્રેમ સંબંધ બાંધયો હતો બન્નએ લગ્ન પણ કરી લીધા હતા જોકે હત્યામા સંડોવાયેલ યુવતીના પિતા સહિતના ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા હતા.

રાણાવાવ તાલુકાના મોકર ગામે રહેતા રાજુ દાના કોડીયાતર નામના 25 વર્ષીય યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામા આવી હતી આ બનાવને લઇ ભારે ચર્ચા જોવા મળી રહી છે હત્યાના બનાવ અંગે મૃતક રાજુ દાના કોડીયાતરની બહેન ભીખુબેન દાનાભાઇ કોડીયાતરે એવી ફરીયાદ નોધાવી છે. કે તેમના ભાઇ રાજુ બધા વેજા કોડીયાતરની દિકરીને થોડા દિવસ પૂર્વે ભગાડી ગયો હતો તે પછી તે પરત ઘરે પરત ફર્યો હતો યુવતીને ભગાડી જવાના મનદુ:ખને લઇ યુવતિનો પિતા બધા વેજા કોડીયાતર તેમજ સાગા કારા કોડીયતર,હિરા ગલા કોડીયતર તેમજ વેજા કરશન કોડીયતર સહિતા શખ્સો ઘરે ઘસી આવ્યા હતા અને તિક્ષ્ણ હથિયાર વડે ઘરનુ બારણુ તોડી નાંખ્યુ હતુ હુમલો થવાની બીકે રાજુ પેટી પલંગમા છુપાય ગયો હતો તેમને બહાર કાઢી લોખંડના પાઇપ અને લાકડી વડે અડેધડ માર મારી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો રાજુને બચાવા વચ્ચે પડેલા તેમના બહેન ભીખુબેન તેમજ લીલુબેનને ધકકો મારી પાછાડી દઇ અને ઇજા પહોંચાડી હતી બીજી તરફ આ બનાવની જાણ થતા રાણાવાવ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી હત્યા કરીને નાશી છુટેલા ચારેય આરોપીને પોલીસે ઝડપી લીધા હતા

  પોલીસે આપેલી વિગત મુજબ, રાજુ દાના કોડીયાતરને તેમના કૌટુંબિક કાકા બધા વેજા કોડીયાતરની દિકરી સાથે પ્રેમ થયો હતો અને બન્ને ભાગી ગયા હતા અને પરત ત્યાર બાદ પરત ફર્યા હતા બન્ને પરિવાર વચ્ચે સમાધાન પણ થયુ હતુ તેમ છતા યુવતિના પિતા અને ભાઇ કુહાડી, લાકડી અને લોખંડના પાઇપ લઇ અને રાજુ દાના કોડીયાતરના ઘરે ઘસી ગયા હતા જેને પગલે રાજુ દાના પોતના રૂમનુ બારણું બંધ કરી અને સેટી પલંગમા છુપાય ગયો હતો તેમ છતા આરોપીઓએ બારણુ તોડી રૂમમા પ્રવેશી રાજુ દાના પર કુહાડી,લોખંડના પાઇપ અને લાકડી વડે તુટી પડયા હતા અને રાજુને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બનાવ બાદ પોલીસે આરોપી યુવતિનો પિતા બધા વેજા કોડીયાતર તેમજ સાગા કારા કોડીયતર,હિરા ગલા કોડીયતર તેમજ વેજા કરશન કોડીયતર સહિતના આરોપી ઝડપી લીધા હતા અને તેમની પુછપરીછ હાથ ધરી હતી.

(9:38 PM IST)