<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના ભયાનક સૂસવાટા : હળવો-ભારે વરસાદ યથાવત: વાદળછાયું વાતાવરણ

જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર , અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલામાં અડધો ઇંચ વરસાદ : રાજકોટ,જામનગર જોડીયા ધ્રોલ કાલાવડ સુત્રાપાડા કુકાવાવ વડીયા બાબરા લાઠી લીલીયા અમરેલી ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ઝાપટા

 

રાજકોટ તા.૨૯ :રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પવનના ભયાનક સૂસવાટા ગઈકાલ રાતથી ફુકાઈ રહ્યા છે આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ યથાવત છે.વાદળછાયું વાતાવરણ આજે પણ છવાયેલું છે. જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુરમાં અડધો ઇંચ તથા અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

      આ ઉપરાંત રાજકોટ,જામનગર જોડીયા ધ્રોલ કાલાવડ સુત્રાપાડા કુકાવાવ વડીયા બાબરા લાઠી લીલીયા અમરેલી ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે.

 જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર:બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઈએ તો

લઘુત્તમ તાપમાન  25.5°c,મહત્તમ તાપમાન    - 30.5°c

ભેજનું પ્રમાણ 90%,પવનની ગતિ 11.2 કી.મી. નોંધાઈ હતી.

     જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જામનગર જોડીયા અને ધ્રોલમાં ઝાપટા પડયા છે.

(11:43 AM IST)