તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ના પ્રયાસોથી વોર્ડ નંબર -૨ માં વિકાસ કાર્યોની વણઝાર : ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૯.૩૯ કરોડના વિવિધ વિકાસ કાર્યોનો થયો શુભારંભ
ધારાસભ્ય રિવાબા જાડેજા, વોર્ડ ના- ૨ કોર્પોરેટરો તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં જુદા જુદા પાંચ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા : તેઓના મતવિસ્તારમાં વિકાસની વણઝાર અવિરત ચાલુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ના પ્રયાસોથી તેઓના મતવિસ્તારમાં વિકાસની વણઝાર અવિરત ચાલુ રહી છે, જેના ભાગરૂપે વોર્ડ નંબર -૨ માં ૯.૩૯ કરોડના જુદા જુદા પાંચ વિકાસ કાર્યો નું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુલ માધ્યમથી ખાતમુહૂર્ત કરાયું છે, અને વોર્ડ નંબર -૨ માં નવા સી.સી. રોડ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સહિતના કામો શરૂ થઈ ગયા છે.
જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા ના પ્રયાસોથી જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -૨ માં ભૂતિયા બંગલા થી કષ્ટભંજન હનુમાન મંદિર સુધીના ૨ કરોડ ૪૨ લાખના ખર્ચે નવા સીસી રોડ ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો, તે વેળાએ ધારાસભ્ય રિવાબા જાડેજા ની સાથે સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ) જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન ભારાઈ, વોર્ડ નંબર -૨ ના ભાજપ ના અન્ય હોદ્દેદારો ઉપરાંત શહેર ભાજપના અન્ય સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓની હાજરીમાં નવા પાંચ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત કરાયા હતા.
જેમાં ભૂત બંગલા થી કષ્ટભંજન હનુમાન મંદિર સુધી ૨ કરોડ ૪૨ લાખના ખર્ચે સીસી રોડ, ઉપરાંત બાપાસીતારામ મંદિર થી મચ્છર નગર ખોડીયાર મેરેજહોલ સુધીના એક કરોડ ૨૮ લાખના ખર્ચે સીસી રોડ ના કામ નું ખાતમુહૂર્ત કરાયું હતું.
ત્યારબાદ ધરાનગર બાપા સીતારામ ની મઢુલી થી શહીદી હોટલ સુધી રૂપિયા ૭૫ લાખના ખર્ચે સીસી રોડ નું ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યારે ભૂતિયા બંગલા થી નવી હાઇકોર્ટ બિલ્ડીંગ થઈને માજોઠીનગર રેલવે ટ્રેક પૂલિયા સુધી નું અંદાજે ૪ કરોડ ૫૧ લાખ ના કામનું લોકાર્પણ કરાયું હતું, સાથોસાથ મોમાઈ નગર થી કેનાલ સુધીના સ્ટ્રોંમ વોટર ડ્રેનેજ નું અંદાજે ૪૨.૭૭ લાખના કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આમ કુલ ૯ કરોડ ૩૯ લાખના વિકાસ કામો ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રયાસોથી વોર્ડ નંબર -૨ માં કરવામાં આવી રહ્યા છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
