તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
ગોંડલના ઘોઘાવદર સીમમાંથી ૯ જુગારીઓ ૬.૩૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા : રાજકોટ રૂરલ LCBનો સપાટો!
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસીંહની સૂચના હેઠળ PI વી.વી. ઓડેદરાના માર્ગદર્શનમાં PSI એચ.સી. ગોહિલની ટીમે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો!

ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ, તા. ૨૯ : રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસીંહ દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને શોધી કાઢી તેને નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચનાના પગલે, રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ આજે એક મોટી કાર્યવાહી કરી છે. LCB શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહિલ અને તેમના સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામની ખારા વિસ્તાર નામની સીમમાં આવેલી એક વાડીમાંથી નવ જુગારીઓને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોઘાવદર ગામના ખોડાભાઈ ઘોઘાભાઈ સુરાણી (ઉં.વ. ૪૦, ધંધો- ખેતીકામ)ની કબજા ભોગવટાની ખેતરવાડીના મકાનમાં ગંજીપાના વડે તીનપત્તી (રોન પોલીસ)નો જુગાર રમાઈ રહ્યો હતો. LCBની ટીમે દરોડો પાડી રોકડા રૂ. ૧,૦૬,૩૦૦/- સહિત કુલ રૂ. ૬,૩૬,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓની વિગત:
૧. ખોડાભાઈ ઘોઘાભાઈ સુરાણી (ઉં.વ. ૪૦, ધંધો- ખેતીકામ, રહે- ઘોઘાવદર, તા. ગોંડલ)
૨. રવિભાઈ હરસુખભાઈ બાવળીયા (ઉં.વ. ૩૦, ધંધો- વેપાર, રહે- ગોંડલ, ભગવતપરા, શેરી નં- ૧૬/૩૭)
૩. રેગનભાઈ માવજીભાઈ રેવર (ઉં.વ. ૪૦, ધંધો- વેપાર, રહે- ઘોઘાવદર, રામોદ રોડ, તા. ગોંડલ)
૪. ઘનશ્યામભાઈ બટુકભાઈ ગમારા (ઉં.વ. ૩૩, ધંધો- ખેતી, રહે- વાછરા ગામ, તા. ગોંડલ)
૫. દિવ્યેશભાઈ વીરજીભાઈ વિરડીયા (ઉં.વ. ૩૬, ધંધો- ખેતી, રહે- ઘોઘાવદર, તા. ગોંડલ)
૬. હનીફભાઈ મહમંદભાઈ સમા (ઉં.વ. ૪૨, ધંધો- ખેતીકામ, રહે- બંધીયા, તા. ગોંડલ)
૭. હરેશભાઈ લીંબાભાઈ સાવલિયા (ઉં.વ. ૪૫, ધંધો- ખેતી, રહે- ઘોઘાવદર, તા. ગોંડલ)
૮. યોગેશભાઈ સવજીભાઈ ઠુંમર (ઉં.વ. ૩૫, ધંધો- વેપાર, રહે- માંડણકુંડલા, તા. ગોંડલ)
૯. જીગ્નેશભાઈ વીઠ્ઠલભાઈ ઘેલાણી (ઉં.વ. ૩૮, ધંધો- ખેતી, રહે- ઘોઘાવદર, તા. ગોંડલ)
કબજે કરાયેલો મુદ્દામાલ:
૧. રોકડા રૂ. ૧,૦૬,૩૦૦/-
૨. ગંજીપાના: રૂ. ૦૦/-
૩. મોબાઈલ ફોન નંગ-૧૧: કિ.રૂ. ૧,૨૦,૦૦૦/-
૪. મોટરસાયકલ નંગ-૯: કિ.રૂ. ૪,૧૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ: કિ.રૂ. ૬,૩૬,૩૦૦/-
કામગીરી કરનાર ટીમ:
રાજકોટ ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરા તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહિલ, એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ ગુજરાતી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ચુડાસમા અને દિલીપસિંહ જાડેજા દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
