તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
ભાવનગરના ઉપરકોટ વિસ્તારની ખાડાવાળી શેરીમાં 2 માળનું મકાન ધરાશાયી: બે લોકો દબાયા
સ્થાનિક માણસો તેમજ ફાયર બિગેડની ટીમ દ્વારા દબાયેલા બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે મોકલ્યા

ભાવનગર શહેરના ઉપરકોટ વિસ્તારમાં આવેલ ખાડા વાળી શેરીમાં, 2 માળનું મકાન ધરાશાયી થયુ હતું. પડી ગયેલા મકાનના કાટમાળમાં 2 માણસ ફસાયેલનો મેસેજ મળતા, ભાવનગર શહેર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ધરાશાયી થયેલ મકાનના કાટમાળમાં અંદર તપાસ કરતા બે લોકો દબાયા હતા. તેઓને બહાર કાઢતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેને લઈને સ્થાનિક માણસો તેમજ ફાયર બિગેડની ટીમ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે મોકલાયા હતા, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
