<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

મોરબીના ખાટકીવાસ નજીક બબાલ : પોલીસે ટોળા વિખેરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી.

પોલીસ રેઢા વાહન લેવા પહોંચી તો ટોળાએ વાહનો ચેક કરવા માંગ ઉઠાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના ખાટકી વાસ નજીક રવિવારે બપોરના સમયે બે કારમાં આવેલા અજાણ્યા લોકો સાથે ખાટકીવાસના સ્થાનિક લોકો સાથે માથાકૂટ થતા બન્ને વાહનો મૂકી અજાણ્યા લોકો જતા રહ્યા હતા. બાદમાં પોલીસ બનાવ સ્થળેથી વાહનો લેવા જતા લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. જો કે, મુસ્લિમ સમાજના ધર્મગુરુએ દરમિયાનગીરી કરતા સ્થાનિકોએ વાહનો ચેક કરી અહીંથી લઈ જવા માંગ કરી હતી. બીજી તરફ મોરબીના ટોક ઓફ ટાઉન બનેલ આ બબાલ મામલે હાલમાં પોલીસ દ્વારા બન્ને પક્ષની ફરિયાદ નોંધાવા તજવીજ શરૂ કરી છે.

     સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રવિવારે બપોરના સમયે બે અલગ અલગ કારમાં કેટલાક યુવાનો મોરબીના ખાટકીવાસ પાસે ગયા હતા જ્યાં કતલખાને આવતા પશુઓ બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા લોકોના ટોળા એકત્રિત થઈ જતા હાથાપાઈમાં બે યુવાનોને ઇજાઓ પહોંચી હતી. આ ઝઘડા બાદ ખાટકીવાસના લોકો એકત્રિત થઈ જતા સામાપક્ષના લોકો પોતાની ગાડીઓ મૂકી જતા રહ્યા હતા.
  બીજી તરફ બનાવ અંગે મોરબી પોલીસને જાણ થતાં જ પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસ ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને રેઢા પડેલા વાહનો પોલીસ મથકે લઈ જવા કાર્યવાહી શરૂ કરતા લોકોના ટોળા ફરી એકત્રિત થયા હતા અને વાહનો પહેલા ચેક કરવામાં આવે પછી જ અહીંથી વાહનો લઇ જવા માંગ કરી હતી. જો કે, મુસ્લિમ સમાજના ધર્મગુરુએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હોવાનું અને હાલમાં બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધવા માટે કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે

(6:33 PM IST)