તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
જામનગરમાં મોબાઈલની ચોરી કરનાર આરોપીને મોબાઈલ ફોન સાથે ઝડપી લેતી જામનગર એલસીબી પોલીસ
બાતમીના આધારે સંતોષી માતાજી મંદિરથી આગળ જિયોના પેટ્રોલ પમ્પ પાસેથી આરોપી સુનિલ બારોટને ઝડપી લીધો

જામનગર : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારએ (IPS) રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ અન ડીટેકટ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્હા શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરતા શખ્સોને ચેક કરી વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના ગુન્હા શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એલ.સી.બી. ના પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમારને હકિકત મળેલ કે જામનગર શહેરમા સંતોષી માતાજીના મંદિરથી આગળ જીયો ના પેટ્રોલપંપ પાસે રોડ ઉપરથી પ્રણામી સ્કુલ હીરજી મીસ્ત્રી રોડ પાસેથી ચોરી કરનાર સુનિલભાઇ વશરામભાઈ બારોટ જાતે ગઢવી (ઉ.વ.૩૫ )ધંધો મજુરી ( રહે.દિ. પ્લોટ-૪૯ જલકેશ્વરી વસ્તુ ભંડાર.હનુમાન ટેકરી જામનગર વાળા ) સીટી સી ડીવી પો.સ્ટે.ભાગ અ ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૫૦૯૪૫/૨૦૨૫ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ના કામે ચોરીનો આઇટેલ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૯,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પો. હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા એ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે સીટી સી ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે
આ કાર્યવાહી પો.ઇન્સ વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
