તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
મેઘપર પડાણા ગામમાંથી મોબાઈલની ચોરી કરનાર આરોપીને મોબાઈલ ફોન સાથે ઝડપી લેતી જામનગર એલસીબી પોલીસ
મીક કોલોની મહાદેજીના મંદિર પાસે રોડ ઉપરથી મેઘપર ગામ પાસે આવેલ રામદુતનગર પાસેની હોટલ પાસે એક માણસના ખિસ્સાંમાંથી ચોરી કરી હતી

જામનગર : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારએ (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓએ અન ડીટેકટ વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હા શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરતા શખ્શોને ચેક કરી વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એલ.સી.બી. ના પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના યુવરાજસિંહ ઝાલા તથા મયુરસિંહ પરમાર તથા રૂષિરાજસિંહ વાળાને હકિકત મળેલ કે જામનગર શહેરમા મીક કોલોની મહાદેજીના મંદિર પાસે રોડ ઉપરથી મેઘપર ગામ પાસે આવેલ રામદુતનગર પાસેની હોટલ પાસે એક માણસના ખિસ્સામાંથી ચોરી કરનાર અખિલેશ હીરાલાલ યાદવ (ઉ.વ.૨૭ ) ધંધો પેન્ટરનો (રહે.ધરારનગર-૧ જામનગર મુળ રહે.બુચેયાગામ તા.સીધવાલીયા થાના સીધવાલીયા જી.ગોપાલગંજ બીહાર વાળા મેઘપર પડાણા ) પો.સ્ટે.ભાગ અ ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૮૨૫૦૪૨૭/૨૦૨૫ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ના કામે ચોરીનો રીયલમી કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૫,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ પો. હેડ કોન્સ. યુવરાજસિંહ ઝાલા એ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
