<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

જામનગરમાં ખોડિયાર કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહીત છ ઝડપાયા :72 હજારના મુદામાલ સાથે જપ્ત કરતી એલસીબી પોલીસ

સોનલનગર આંગળ વાડીની બાજુમાં ખોડીયાર કોલોની ખાતે જાહેરમાં ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાનાવડે જુગાર રમતા હતા

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય. જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

   દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના યુવરાજસિંહ ઝાલા તથા મયુરસિંહ પરમાર તથા રૂષિરાજસિંહ વાળા ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં સોનલનગર આંગળ વાડીની બાજુમાં ખોડીયાર કોલોની જામનગર ખાતે જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી હકિકત મળતા ચાર સ્ત્રીઓ તથા નીચે જણાવેલ નામ વાળા રોકડા રૂપીયા ૨૨,૦૦૦/-તથા ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ. ૦૦/00 તથા એક મો.સા. કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૭૨,૦૦૦/-ના મુદામાલસાથે મળી આવતા પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ પો. હેડ કોન્સ કાસમભાઇ બ્લોચએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ હિતેન્દ્રસિંહ જાડેજાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી:(૧) બટુકસિંહ રણજીતસિંહ વાઢેર જાતે ગીરા ઉંમર વર્ષ ૩૮ ધંધો મજુરી (રહે. ઉગમણાબારા ગામ મોમાઈ માતાજીના મંદિરની બાજુમાં તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા) (૨) માનસંગ ધીરુભા કંચવા જાતે ગીરા ઉંમર વર્ષ ૩૭ )ધંધો મજુરી (રહે. સોનલનગર આંગળ વાડીની બાજુમાં ખોડીયાર કોલોની જામનગર) 
   આ કાર્યવાહી પો.ઇન્સ.વી  એમ લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઈ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા યુવરાજસિંહ ઝાલા, અજયભાઇ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે 

(12:19 AM IST)