તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
સગીરાના અપહરણ કેસમાં ગણતરીની કલાકોમાં આરોપી ભવદીપની ધરપકડ : આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરતી સિક્કા પોલીસ
સગીરાનું અપહરણ કરી જનાર આરોપી ભવદીપ ચંદ્રાવડીયાને બાતમીના આધારે સગીરા સાથે ઝડપી લેવાયો

જામનગર : ગત તા.૨૯/૦૬/૨૦૨૫ના રોજ સિક્કા પો.સ્ટે.માં.A પાર્ટ ગુન્હા રજી.નં. ૧૧૨૦૨૦૫૭૨૫૦૩૫૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૧૩૭(૨),૮૭ મુજબનો ગુન્હો જાહેર થયેલ હતો જેની વિગત એવી છે કે, ફરીયાદીની સગીર વયની દીકરી ઉ.વ.૧૭ વર્ષ,૧૦ માસ,30 દિવસ વાળીને આ કામેના આરોપીએ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુન્હી કરેલ હોય
ઉપરોક્ત ગુન્હા અંગે મ્હે.રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર (IPS) તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)એ સુચના આપેલ હોય તથા લાલપુર ડિવિઝન મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS) તથા નાયબ પોલીસ અધીક્ષક આર.બી.દેવધાના સિધા માર્ગદર્શક હેઠળ જામનગર સિક્કા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપી તથા ભોગબનનાર શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ હોય
ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ સિક્કા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. .જે. ચાવડા તથા I/C પો.ઈન્સ.પી.ટી જયસ્વાલની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ ભુપેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા ચોકકસ બાતમી હકિકત તેમજ હ્યુનમસોર્સ તેમજ ટેકનીકલ સોર્સથી ચોક્કસ બાતમી આધારે ઉપરોક્ત ગુન્હાના આરોપી ભવદિપ હમીરભાઇ ચંદ્રાવડીયા (રહે.હાલ મુંગણી ગામ વાડી વિસ્તાર. પથુભા માધુભા જાડેજાની વાડીમાં તા.જી જામનગર મુળ રહે.કડબાલ ગામ. નવી સોસાયાટી તા.જામજોધપુર જી.જામનગર વાળા ) ની ધરપકડ કરી આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કરેલની હકિકત જણાતા બી.એન.એસ. કલમ-૬૪(૨)(એમ) તથા પોક્સો એક્ટ કલમ-૪.૬.૧૨ મુજબ કલમ ઉમેરો કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી (૧) ભવદિપ હમીરભાઇ ચંદ્રાવડીયા( રહે.હાલ મુંગણી ગામ વાડી વિસ્તાર, પથુભા માધુભા દલજાડેજાની વાડીમાં તા.જી જામનગર મુળ રહે.કડબાલ ગામ, નવી સોસાયાટી તા.જામજોધપુર જી.જામનગર)
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
