<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

10 જુલાઈએ મોરબીના ઉમિયા આશ્રમે ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાશે.

સવારે 9 કલાકે ગુરુ પૂજન :બપોરે 11:30 કલાકે સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલા ઉમિયા આશ્રમ- સત્યનારાયણ ગૌશાળા ખાતે આગામી તારીખ 10 જૂન ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં સવારે 9 કલાકે ગુરુ પૂજનનું આયોજન કરાયું છે. ત્યારબાદ બપોરે 11:30 કલાકે સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો આ ગુરુપૂર્ણિમા ઉત્સવમાં પધારવા સર્વે ભક્તોને વ્યવસ્થાપક દેવેન્દ્રસિંહ સજુભા જાડેજા અને મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા આમંત્રણ પાઠવાયું છે

(12:20 AM IST)