તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 30th June 2025
મોરબીના સુભાષનગરમાં મહિલાઓ સહીત ૨૩ લોકોનું ટોળું ઘરમાં ઘુસી વૃદ્ધ પર હુમલો કર્યો.
દિલીપભાઈ અને તેના ભાઈને લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડ પાછળ રવાપર રોડ પરના સુભાષનગરમાં રહેતા ૫૮ વર્ષીય વૃધના ઘરે ૧૨ અજાણ્યા ઈસમો સહીત ૨૩ લોકોનું ટોળું ઘુસી આવ્યું હતું અને ફરિયાદી અને તેના ભાઈને લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મોરબીના સુભાષનગરમાં રહેતા દિલીપભાઈ મોતીભાઈ મેંદપરાએ આરોપીઓ નિગમ શાંતિલાલ ધોરીયાણી, નીમીતાબેન કેવલભાઈ ધોરીયાણી, પુષ્પાબેન નીગમભાઈ ધોરીયાણી, નીતિન શીવાભાઈ મેરજા, પ્રદીપ પરસુમ્બીયા, સંગીતાબેન પ્રદીપભાઈ પરસુમ્બીયા, જાગૃતિબેન નવીનભાઈ ચાડમીયા, નવીનભાઈ ડાયાભાઇ ચાડમીયા, રવિભાઈ નીગમ્ભાઈ ધોરીયાણી, નીરજભાઈ શાંતિલાલ ધોરીયાણી, રાજભાઈ નીરજભાઈ ધોરીયાણી અને બારેક અજાણ્યા ઈસમો એમ કુલ ૨૩ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓએ ફીર્યાદી દિલીપભાઈના ઘરમાં અપપ્રવેશ કરી ઝઘડો કરી આરોપી નિગમે ફરિયાદી દિલીપભાઈને વાસામાં અને તેના ભાઈ સંજયભાઈને જમણા હાથના બાવળા અને માથાના પાછળના ભાગે લાકડાના ધોકા વડે મારી તેમજ ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે ફરિયાદમાં મારામારીનું કારણ સામે આવ્યું નથી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
